ઉદ્યોગપતિઓના દબાવમાં આવીને પાકિસ્તાનમાં લોકડાઉન લાગુ નહી કરનાર ઈમરાનખાનની સરકાર હવે બરાબર ફસાઈ છે.
એક તરફ ભારતમાં પીએમ મોદીએ અર્થતંત્રને નુકસાન જવાના ભોગે પણ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. જેથી કોરોનાનો ફેલાવો અટકાવી કાય પણ બીજી તરફ કોરોનાનો પ્રસાર વધી રહ્યો હોવા છતા પાકિસ્તાન સરકાર લોકડાઉન કરી રહી નથી.
આ સંજોગોમાં પાકિસ્તાનના એક અખબારે એવો ખુલાસો કર્યો છે કે,
પાકિસ્તાનના ટોચના ઉદ્યોગપતિઓના દબાવમાં આવીને ઈમરાનખાન સરકારે લોકડાઉન નહી કરવાનુ નક્કી કર્યુ હતુ. કારણકે તેમને ડર હતો કે, લોકડાઉનથી તેમનુ મોટુ નુકસાન થશે. તેમના ફાયદા માટે ઈમરાનખાન સરકારે લાખો લોકોના જીવ દાવ પર લગાડી દીધા છે.
અખબારનુ કહેવુ છે કે, પાકિસ્તાનમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1000થી વધી ગઈ છે ત્યારે હવે બહુ જરુરી બની ગયુ છે કે, ઈમરાનખાન પોતાના નિર્ણયને બદલીને દેશમાં લોકડાઉન જાહેર કરે. તેની સાથે સાથે ગરીબોને તકલીફ ના પડે તે માટે પાક સરકાર પ્રાંતીય સરકારોની મદદ કરે જે કોરોના સામે લડવાના પ્રયાસો કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.