ઉડતા ગુજરાત બનાવવાના પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જખૌના દરિયામાં પાકિસ્તાની બોટમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. બોટમાંથી 35 જેટલાં ડ્રગ્સના પેકેટ ઝડપાયા છે. આ જથ્થાની કિંમત અંદાજે રૂ.175 કરોડની આંકવામાં આવી રહી છે. આ ડ્રગ્સ હેરોઈનનો જથ્થો હોવાનું મનાઈ રહ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો કરાચીથી દિલ્હી પહોંચાડવાનો હતો. પાકિસ્તાની બોટ સાથે 5 પાકિસ્તાની ડ્રગ્સ માફિયા ઝડપાયા છે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને SOGની સંયુક્ત કાર્યવાહીમાં ડ્રગ્સના મોટા જથ્થાનો પર્દાફાશ થયો છે. પાકિસ્તાની બોટ દ્વારા નશાકારક દ્રવ્યોની ડિલિવરી કરવામાં આવશે તેવી બાતમીના આધારે આ સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત પોલીસને આ અંગે બાતમી મળી હતી કે, પાકિસ્તાનના પાંચ ઈસમો કરાચીથી માછીમારીની બોટમાં ડ્રગ્સનો મોટો જથ્થો લઈ જવાના છે. આ બાતમીના આધારે ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એસઓજીએ સાથે મળી આ ઓપરેશન પાર પાડ્યું હતુ. અને વોચ ગોઠવીને જખૌના મધદરિયેથી આ પાકિસ્તાની બોટ સાથે કરોડોના ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો.
આમ જખૌ દરિયામાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડવામાં ગુજરાત પોલીસને બહુ મોટી સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે, જખૌ દરિયો ડ્રગ્સની હેરાફેરી કરવા માટે સ્વર્ગ સમાન બની ગયું છે. અને અવાર નવાર જખૌ દરમિયામાંથી કોસ્ટગાર્ડ અને પોલીસને કરોડોની કિંમતના ડ્રગ્સનો જથ્થો પકડાઈ છે. અગાઉ ગત વર્ષે મે મહિનામાં જખૌ દરિયામાંથી 1000 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.