બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે રાજ્યભરના ઉમેદવારો ગાંધીનગરમાં પરીક્ષા રદ કરવાની માગ સાથે લડત ચલાવી રહ્યાં છે, ત્યારે આ ઉમેદવારોને શાંત પાડવા, મનાવવા અને પોતાની પરીક્ષા સિસ્ટમમાં એક ગરીબ પરિવારનો વ્યક્ત પણ UPSC પાસ કરી શકે છે તેના માટે સરકારે એક યુવા આઈપીએસને મોહરું બનાવ્યાં હતા.
ગુજરાતના સૌથી યુવા એવા બનાસકાંઠામાંથી આઈપીએસ બનેલા સફીન હસનને ગુરુવારે બપોરે આંદોલનકારી ઉમેદવારો સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતા. સફીને હસનની વાત કરીએ તો તેઓ પાનલનપુરના કાણોદર ગામના વતની છે. તેઓએ માત્ર ૨૨ વર્ષની ઉંમરે જીપીએસસી પાસ કરી જિલ્લા રજિસ્ટ્રાર બન્યાં હતા. ત્યાર બાદ UPSC પાસ કરી આઈપીએસ બન્યાં. પુત્રને આ સફળતા સુધા પહાંચડાવા માટે માતાએ હીરા ઘસ્યા અને પિતાએ ઇલેક્ટ્રિક કામ કર્યું હતું.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો પ્રમાણે, બનાસકાંઠાના કાણોદર ગામના સફીને ગુજરાતી માધ્યમમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને પછી સુરતની એક કોલેજમાં બી.ટેકનો અભ્યાસ કર્યો. UPSCમાં સફીનનો મુખ્ય વિષય ગુજરાતી સાહિત્યનો હતો. UPSCની સફળતા સમયે સફીને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જ્યારે હું પ્રાઇમરી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મેં એકવાર ઓફિસર્સને જોયા હતા. તેમની સ્ટાઇલ જોઈને હું ઘણો ઇમ્પ્રેસ થઈ ગયો હતો. ત્યારથી જ દિમાગમાં હતું કે આ જ ફિલ્ડમાં જવું છે અને જેમ જેમ આ વિષે વધારે જાણતો ગયો તેમ સમજાયું કે આ પોસ્ટ શું છે ? તેનું કેટલુ મહત્ત્વ છે ? અને તેનાથી કેટલા બધા લોકોને અસર થઈ શકે છે. પછી નક્કી જ કરી લીધું કે UPSC જ કરવું છે, અને આખરે પરીક્ષા ક્લિયર કરી નાખી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.