UIDAIએ બંધ કરી દીધી આ સવિઁસ, જાણો યુઝર્સ પર થશે અસર…

ભારતમાં Aadhaar Card જરૂરી આઇડી પ્રૂફ છે. તેના વિના ઘણાં મહત્વના કામ છે જે ન થઇ શકે. તેથી આધાર કાર્ડને લગતી દરેક જાણકારીથી અપડેટેડ રહેવુ જરૂરી છે. આ વચ્ચે આધાર કાર્ડ બનાવતી સંસ્થા Unique Identification Authority of India (UIDAI)એ હવે જૂની સ્ટાઇલ વાળુ લાંબુ અને મોટુ આધાર રીપ્રિન્ટ કરવાનું (Aadhaar Card Reprint service discontinues) બંધ કરી દીધું છે.

નહી થાય આધાર કાર્ડ રિપ્રિન્ટ ;
UIDAI એ આધાર કાર્ડને લઇને અનેક સેવાઓને બહેતર અને સરળ બનાવી છે, જેમ કે જો આધાર કાર્ડમાં તમારો ફોટો, સરનામુ અથવા મોબાઇલ નંબર બદલાવવાનો હોય તો તમે આ કામ સરળતાથી ઘરે બેઠા કરી શકો છો. UIDAIએ હવે આધારને લગતી એક સર્વિસ બંધ કરી દીધી છે. હકીકતમાં પહેલા આધાર કાર્ડ ખોવાઇ જવા પર અથવા ફાટી જવા પર તમે UIDAI ની વેબસાઇટ પર જઇને નવા આધાર કાર્ડ માટે Reprint નો ઓર્ડર આપીને રજીસ્ટર્ડ એડ્રેસ પર મંગાળી શકતા હતાં, તેના માટે તમારે 50 રૂપિયા ચાર્જ પણ ચુકવવો પડતો હતો. પરંતુ હવે એવુ થઇ નહીં શકે કારણ કે આ સર્વિસ હવે UIDAIએ બંધ કરી દીધી છે.

હવે સરળતાથી બનાવો ખિસ્સામાં રાખી શકાય એવું PVC આધાર કાર્ડ ;
હકીકતમાં UIDAI હવે આધાર કાર્ડને PVC ફોર્મેટમાં બનાવી રહ્યું છે. જેની સાઇઝ એક ડેબિટ કાર્ડ જેટલી જ છે, જે પહેલાના કાર્ડની સરખામણીએ સરળતાથી તમારા ખિસ્સા અથવા વોલેટમાં રાખી શકાય છે. જે આધાર કાર્ડને પ્રિન્ટ કરવાનું UIDAI એ બંધ કર્યુ છે તે સાઇઝમાં ઘણુ મોટુ હતું. તેનુ સ્થાન હવે PVC આધાર કાર્ડે લઇ લીધું છે. તેથી જો તમારે નવુ આધાર કાર્ડ મંગાવવુ હોય તો તમે PVC આધાર કાર્ડ માટે ઓર્ડર કરી શકો છો. કોઇ કામ માટે જો ફિઝિકલ કોપી જમા કરવાની છે તો તેની પ્રિન્ટ લઇ શકાય છે.

UIDAI એ શું કહ્યું ;
હકીકતમાં એક વ્યક્તિએ ટ્વિટર પર આધાર કાર્ડ હેલ્પલાઇન(Aadhaar Help Centre) પર એક સવાલ પૂછ્યો કે શું મારો આધાર લેટર રિપ્રિન્ટ કરી શકું છુ? મને વેબસાઇટ પર કોઇ ઓપ્શન નથી દેખાઇ રહ્યો. તેના પર આધાર હેલ્પ સેન્ટરે જવાબ મબ્યો કે હવે સર્વિસ હવે બંધ કરી દેવામાં આવી છે. તમે ઓનલાઇન માધ્યમથી આધાર પીવીસી કાર્ડ ઓનલાઇન ઓર્ડર કરી શકો છો. જો તમે ફ્લેક્સિબલ પેપર ફોર્મેટમાં રાખવા માંગતા હોય તો તમે ઇ-આધારની પ્રિન્ટ કાઢી શકો છો.

PVC કેવી રીતે બનાવડાવશો ;
અત્યાર સુધી આધાર કાર્ડ કાગળ પર પ્રિન્ટેડ ફોર્મમાં જ આવતું હતું પરંતુ UIDAI એ આધાર કાર્ડના ડિજિટલ રૂપને મંજૂરી આપી છે. એટલે કે તમે તમારા મોબાઇલમાં પણ તેને ડાઉનલોડ કરીને સેવ કરી શકો છો. જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો. ડિજિટલ આધાર કાર્ડની એટલી જ માન્યતા છે જેટલી ફિઝિકલની.

50 રૂપિયામાં બની જશે PVC આધાર કાર્ડ ;
સૌથી સારી વાત એ છે કે હવે તમે એક મોબાઇલ નંબરથી જ આખા પરિવાર માટે PVC આધાર કાર્ડ બનાવડાવી શકો છો. PVC કાર્ડને સાથે રાખવુ ખૂબ જ સરળ છે. આ પ્લાસ્ટિક ફોર્મમાં હોય છે, તેની સાઇઝ એક એટીએમ કાર્ડ જેટલી હોય છે, તેને તમે સરળતાથી તમારા ખિસ્સા અથવા વોલેટમાં રાખી શકો છો. જો તમે PVC આધાર કાર્ડ બનાવડાવવા માંગતા હોય તો તમારે ફક્ત 50 રૂપિયાની મામૂલી ફી ચુકવવાની છે.

આધાર PVC કાર્ડની ખાસિયત ;
આધાર પીવીસી કાર્ડની વિશેષતા એ છે કે તે લાંબા સમય સુધી ચાલશે અને તે દેખાવમાં આકર્ષક છે. આ સિવાય તેમાં લેટેસ્ટ સિક્યોરિટી ફિચર્સ છે. તેના સિક્યોરિટી ફીચર્સમાં હોલોગ્રામ, Guilloche Pattern, ઘોસ્ટ ઇમેજ અને માઇક્રોટેક્સ્ટ શામેલ છે. ત્યાં પીવીસી (પોલિવિનાઇલ કાર્ડ) છે જે પ્લાસ્ટિકની બનેલુ છે. તેના પર તમારી બધી વિગતો આ પર આપવામાં આવી છે. તમે તેને સરળતાથી તમારા ખિસ્સામાં એટીએમ કાર્ડની જેમ રાખી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.