રાહુલ ગાંધીના ખાસ આ નેતા લોકસભા બાદ હવે વિધાનસભામાં પણ હાર્યા, 567 મતથી થઈ હાર

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતનું ગુજરાતનું પ્રતિનિધિ મંડળ ઉઝબેકિસ્તાન પ્રવાસેથી શનિવારે મોડિ સાંજે 7-30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું. આ પહેલાઉઝબેકિસ્તાનમાં લંબાણપૂર્વકની બેઠકમાં કોઇપણ રાષ્ટ્રના ઉદ્યોગકારો,વેપારીઓને મળી ન હોય તેવી છૂટછાટો ઉઝબેકિસ્તાન ગુજરાતને આપશે તેવી ખાતરી ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખેમુખ્યમંત્રી વિજય રૂપાણી્ને આપી હતી. તેમણે ગુજરાત અને ઉઝબેકિસ્તાનના સંબંધોને વધુ મજબુત બનાવવા ત્યાં સુધી દઢતા વ્યકત કરી હતી કે, તેઓ રાષ્ટ્રપ્રમુખ તરીકે પોતાનાસત્તાધિકારોનો ઉપયોગ કરી ગુજરાતના ઊદ્યોગ વેપારકારો માટે નિયમોમાં છૂટછાટ આપશે.

મુખ્યમંત્રીએ સતત બે કલાક સુધી મંત્રણા કરી

Qમુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાનની યાત્રાના છેલ્લા દિવસે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્ર પ્રમુખ શવકત મિરઝીયોયેવ સાથે સતત બે કલાક મંત્રણા કરીને ગુજરાતના વેપાર-ઉદ્યોગકારો માટેરોકાણ કરવા માટેનું સુદઢ પ્લેટફોર્મ તૈયાર કરી દીધું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્ર પ્રમુખ શવકત મિરઝીયોયેવ સમક્ષ ગુજરાતના ઉદ્યોગકારો-વેપારીઓને ઉઝબેકિસ્તાનમાંરોકાણ કરવા માટે તેમજ રોકાણ કર્યા પછી કોઇ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા ઉભી કરવાનો આગ્રહ રાખ્યો હતો. જેના પરિણામે રાષ્ટ્ર પ્રમુખે ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે પીપલ-ટુ-પીપલકોન્ટેકટ વધારવા નિર્ધાર વ્યકત કર્યો હતો. તેમણે એવી ખાતરી આપી હતી કે, અન્ય કોઇ રાષ્ટ્રના ઊદ્યોગ-વેપારને ન મળી હોય તેવી છૂટછાટો-સહયોગ ઉઝબેકિસ્તાન ગુજરાતને આપશે.ઉપરાંત ગુજરાતના ઊદ્યોગ સાહસિકો અને રોકાણકારો વેપારકારોને ઉઝબેકિસ્તાનમાં વેપાર-ઊદ્યોગો શરૂ કરવામાં જરૂરી પરવાનગીઓ ત્વરાએ મળે તે માટે સહયોગ આપશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.