LPG (રાંધણગેસ) સિલિન્ડરના વધતા ભાવ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને લાકડાં, કોલસા જેવા અશુદ્ધ ઇંધણનો ઉપયોગ કરવાની ફરજ પાડી રહ્યા છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 25% ગ્રાહકોએ ફરી સિલિન્ડર ભરાવ્યા જ નથી. આ ખુલાસો એસબીઆઇ રિસર્ચના તાજેતરના રિપોર્ટ ઇકોપ્રેપમાં થયો છે, જે મુજબ દિલ્હીમાં સબસિડી વિનાના સિલિન્ડરનો ભાવ ઓગસ્ટ, 2019માં 575 રૂ. હતો, જે ફેબ્રુઆરી, 2020માં 859 રૂ. થઇ ગયો છે.
રિસર્ચ દરમિયાન ડિસેમ્બર, 2018 સુધીમાં અપાયેલા 5.92 કરોડ કનેક્શન તથા 3 જૂન, 2019 સુધીમાં રિફીલ કરાયેલા સિલિન્ડરના રાજ્યવાર ડેટાનું વિશ્લેષણ કરાયું. ઉજ્જ્વલા યોજનાએ દેશભરમાં એલપીજી સિલિન્ડરની ઉપલબ્ધતાની સમસ્યા તો ઉકેલી નાખી છે પણ તેનો બોજ ઉઠાવવાની ક્ષમતા હજુ પણ સમસ્યારૂપ છે. આ સમસ્યા ઉકેલવા એસબીઆઇ રિસર્ચે ઘણા ઉપાય પણ સૂચવ્યા છે, જેમાં પસંદગીના પરિવારોને દર વર્ષે 4 સિલિન્ડર મફત આપવા સહિત આ સૂચન પણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.