1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરતી સમયે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે Pradhan Mantri Ujjwala Yojana ના આધારે 1 કરોડ વધુ નવા ગેસ કનેક્શન ફ્રીમાં આપવામાં આવશે.
Ujjwala schemeના આધારે ગરીબી રેખાની નીચે આવનારા પરિવારને ફ્રીમાં રસોઈ ગેસ કનેક્શન આપવામાં આવે છે. મળતી માહિતી અનુસાર 31 જાન્યુઆરી 2021 સુધી આ સ્કીમમાં 83 મિલિયન એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે. ચાલુ વર્ષે બજેટની જાહેરાત અનુસાર એ રાજ્યોમાં નવા ગેસ કનેક્શન અપાશે જ્યાં તેની પહોંચ ઓછી છે. Ujjwala schemeના લાભાર્થીઓનું લિસ્ટ સરકારને માટે મહત્વનું હોય છે કેમકે તેને આધાર માનીને સરકાર અનેક પ્રકારની યોજનાઓ અને લાભ જરૂરિયાત મંદને આપે છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત 1 મે 2016થી થઈ છે. આ યોજનાના આધારે તમે એલપીજી કનેક્શન લો છો તો ગેસ સગડી સાથે કુલ ખર્ચ 3200 રૂપિયા થાય છે. તેમાં 1600 રૂપિયાની સબ્સિડી સીધી સરકારની તરફથી મળે છે. બાકી 1600 રૂપિયાની રકમ તેલ કંપનીઓ આપે છે. પરંતુ ગ્રાહકોએ ઈએમઆઈના રૂપમાં આ 1600 રૂપિયાની રકમ તેલ કંપનીને ચૂકવવાની રહે છે. સ્વચ્છ ઈંધણ, સારું જીવનના કેમ્પેન સાથે આ યોજના શરૂ કરાઈ છે.
અરજદાર એક બીપીએલ કાર્ડ ધારક ગ્રામીણ નિવાસી હોવો જરૂરી છે. મહિલા અરજદારની સબ્સિડી રકમ પ્રાપ્ત કરવા માટે દેશમાં કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં બચત બેંક ખાતું હોવું જોઈએ. અરજદાર પરિવારના ઘરે પહેલાંથી એલપીજી કનેક્શન હોવું જોઈએ નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.