ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાનું વધારીને 1.50 લાખ ક્યુસેક કરાયું, અતિભારે વરસાદની આગાહી

ઉકાઇ ડેમના ઉપરવાસમાં સામાન્ય વરસાદ છતા હાલમાં કોરોનાની સ્થિતિ અને ખાડી પૂર વચ્ચે ઉકાઇ ડેમના અપર અને મીડલ વિસ્તારમાં આગામી બે દિવસોમાં ધોધમાર વરસાદની આગાહી કરાતા  હેવી ઇનફલો આવે તો ટેકલ કરી શકાય તે માટે સતાધીશોએ સપાટી નીચી લઇ જવા માટે ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાનું વધારી દઇને સાંજે સાત વાગ્યાથી 1.50 લાખ કયુસેક કરી દેવાયુ છે. આજે દિવસના 95,000 કયુસેક ઇનફલો-આઉટફલો નોંધાયા હતા.

ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વિતેલા ૨૪ કલાકમાં કુકુરમુંડામાં બે ઇંચસાગબારાચોપડાવામાં દોઢ ઇંચકાકડીઅંબામાં 1 ઇંચચીખલધરા અને દેડતલાઇમાં પોણો ઇંચ વરસાદ સહિત કુલ 122 મિ.મિ વરસાદ નોંધાયો હતો.જયારે આજે દિવસના ફકત 10 મિ.મિ જ વરસાદી પાણી પડયુ છે. આમ સામાન્ય વરસાદ હોવાછતા હવામાન વિભાગ દ્વારા આવતીકાલ 20 અને 21 મી ઓગસ્ટે ઉકાઇ ડેમના ઉપરવાસ અને નીચાણવાળા વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. જેના પગલે સતાધીશોએ અગમચેતીના પગલાં લઇને આજે સાંજે સાત વાગ્યાથી પાણી છોડવાનું વધારી દઇને દોઢ લાખ કયુસેક કરી દેવાયુ છે.

દરમ્યાન આજે આખો દિવસ સરેરાશ 95,000 કયુસેક પાણી ની આવક સામે એટલુ જ પાણી છોડીને સપાટી મેઇન્ટેઇન રાખવાનો પ્રયાસ કરાયો હતો. સાથે જ હથનુર ડેમમાંથી પણ 47,000 કયુસેક પાણી છોડાઇ રહ્યુ છે. સાંજે છ વાગ્યે ઉકાઇ ડેમમાં 1.32 લાખ કયુસેક ઇનફલો સામે 1.17 લાખ કયુસેક પાણી છોડાઇ રહ્યુ હતુ. જે સાંજે 7 વાગ્યે વધારીને 1.50 લાખ ક્યુસેક કરાયુ હતું. ઉકાઇ ડેમની સપાટી 334.23 ફૂટ નોંધાઇ હતી. જે ઉકાઇ ડેમના રૃલલેવલ 335 ફૂટથી પોણો ફૂટ જ ઓછી છે.ઉકાઇ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.

 

 

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.