ઉકાઈ ખાતે તાપી નદી પર બનાવવામાં આવેલા ડેમ ની સપાટી ભયજનક સપાટી ની નજીક પહોંચી જતા પાણી છોડવામાં આવ્યું છે.આ પાણી છોડવાના કારણે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં બનાવવામાં આવેલો વિયર કમ કોઝવે ફરી એકવાર છલકાયો છે.
વિદાય લેતા વરસાદ ની તીવ્રતા ને કારણે તાપી નદી પર બનાવવામાં આવેલો ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે. તાપી નદી પર બનાવવામાં આવેલા ઉકાઇ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેની સાથે જ હથનુરઅને ગીરના ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
આ પાણી સાથે સ્થાનિક વરસાદનું પાણી પણ આવી રહ્યું છે. ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી દોઢ ફૂટ ઓછો હોવાથી તકેદારીના ભાગરૂપે ગઈકાલથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી ફરી બંને કાંઠે વહેતી થઈ છે આ ઉપરાંત સિંગણપોર અને રાંદેરની વચ્ચે બનાવવામાં આવેલો વિયર કમ કોઝવે ફરી એકવાર છલકાયો છે.
તાપી નદીમાં ફરી પાણી આવતા લોકોમાં રેલનો ભય ફેલાયો છે. જોકે તંત્ર કહે છે કે હાલ ચિંતાનું કોઈ કારણ નથી. વરસાદની આગાહીને કારણે અગમચેતીના ભાગરૂપે આ પાણી છોડવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.