યુક્રેને રશિયા પર છોડી એક પછી એક 26 ડ્રોન મિસાઈલ, મોસ્કોમાં દેખાયું તબાહીનું મંજર…

શનિવારે રાત્રે યુક્રેન તરફથી રશિયાની રાજધાની મોસ્કો શહેર પર 26થી વધુ ડ્રોન છોડવામાં આવ્યા હતા. મોસ્કો પર થયેલા આ હુમલા માટે રશિયાએ અમેરિકાને જવાબદાર ગણાવ્યું છે.

યુક્રેને ફરી એકવાર રશિયન શહેરો પર હુમલો કર્યો છે. શનિવારે રાત્રે યુક્રેન તરફથી રશિયાની રાજધાની મોસ્કો શહેર પર 26થી વધુ ડ્રોન છોડવામાં આવ્યા હતા. જો કે આ તમામ ડ્રોનને હવામાં જ પાડી દેવામાં આવ્યા હતા એમ છતાં આખી રાત સાયરન વાગી રહ્યા હતા.

રશિયન અધિકારીઓએ યુક્રેનિયન હુમલાને અમેરિકાનું કાવતરું ગણાવ્યું છે. રશિયાનો આરોપ છે કે યુક્રેન અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોની સૈન્ય સહાયતાથી રશિયા પર હવાઈ હુમલા કરી રહ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે યુક્રેને શનિવારે મોસ્કો અને સમગ્ર રશિયામાં કેટલાક ટાર્ગેટ પર ડ્રોન હુમલા કર્યા હતા અને ખાસ મોસ્કોની આસપાસના વિસ્તારમાં ઘણા ડ્રોનનો નાશ કરવામાં આવ્યો હતો.

અહેવાલો અનુસાર આ હુમલામાં કોઈ જાનહાનિ નથી થઈ, સાથે જ આ હુમલા અંગે યુક્રેન તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.