યુક્રેને એક દિવસમાં ત્રણ વખત રશિયા પર ડ્રોન વડે કર્યો હુમલો….

રશિયા-યુક્રેન યુદ્ધ ખતરનાક વળાંક લઈ રહ્યું છે. યુક્રેને છેલ્લા એક દિવસમાં ત્રણ વખત રશિયા પર ડ્રોન વડે હુમલો કર્યો છે. યુક્રેનિયન ડ્રોને મંગળવારે મોસ્કોના રહેણાંક વિસ્તારોમાં હુમલો કર્યો હતો. મોસ્કોએ રશિયાને જાણ કરી હતી કે તેના પ્રદેશ પર કેટલાક હુમલા થયા છે અને કહ્યું છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

મંગળવારે સવારે યુક્રેને મોસ્કોના સૌથી વધુ રહેણાંક વાળા વિસ્તારોમાં ડ્રોનથી હુમલો કર્યો હતો. આ વિસ્તારોમાં પુતિનના રહેઠાંણ વિસ્તારનો પણ સમાવેશ થાય છે. એક પ્રવક્તાએ કહ્યું કે પુતિન હાલમાં ક્રેમલિનમાં છે અને તેઓને આ હુમલા અંગેની જાણકારી મળી છે. જો કે આ હુમલાના કારણે તેઓને કોઈ નુકશાન થયું નથી. મોસ્કોના મેયર પાસેથી જાણકારી મળી આવી છે કે યુક્રેન દ્વારા કરવામાં આવેલા આ ડ્રોન હુમલામાં બે લોકો જખમી થયા હતા જ્યારે કેટલાંક એપાર્ટમેન્ટોમાં રહેલા લોકોને પોતાનું ઘર થોડાં સમય માટે ખાલી કરાવાની સૂચના આપવામાં આવી હતી. જ્યાં હુમલો થયો ત્યાંના રહેવાસીઓએ કહ્યું કે તેઓને પહેલા પેટ્રોલની ગંધ આવી હતી અને ત્યાર પછી મોટા ધમાકાનો અવાજ સાંભળ્યો હતો. કેટલાક લોકોએ ડ્રોન નીચે પડતાં અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં હોય તેની તસ્વીર પણ લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.