પાટીદાર અનમાન આંદોલન સમયે થયેલા કેસોના મામલ હેવે પાટીદાર સમાજના નેતાઓ અને આગેવાનોએ પોલીસ કેસ પાછા ખેંચવા માટે સરકારને 6 માર્ચ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. અને જો કેસ પાછા ન ખેંચાય તો આંદોલનનો નિર્ધાર કરવાનો નકકી કર્યું છે.
ઉલ્લેખની છે કે, ગત રોજ પાસના નેતા અલ્પેશ કથીરિયાએ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે કાગવડમાં મુલાકાત કરી. આ મુલાકાત દરમ્યાન દિનેશ બભાણીયા અને ધાર્મિક મલાવીયા પણ હાજર રહ્યા. બેઠકમાં પાસના આગેવાનો દ્વારા પાટીદાર યુવકો પર થયેલા કેસ પરત ખેંચવા મુદ્દે ચર્ચા કરવામાં આવી. આ પહેલા પણ પાટીદાર અનામત આંદોલન દરમ્યાન પાટીદાર યુવકો પર થયેલા કેસ પરત ખેંચવા અંગે સરકાર સમક્ષ પાટીદાર આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અને તેમ છતાં સરકાર દ્વારા કેસ પરત લેવામાં આવ્યા નહોતા. જેથી પાટીદાર નેતાઓ કેસ પરત ખેંચવાની માગ કરી રહ્યાં છે.
આ પહેલા પાટીદાર આંદોલન સમયના કેસ 23 માર્ચ પહેલા પરત નહીં ખેંચાય તો આંદોલન કરવાની હાર્દિક પટેલે ચિમકી ઉચ્ચારી હતી. આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અમે કેસ પાછો ખેંચવા પાટીદાર ધારાસભ્યોને ગુલાબનું ફૂલ આપીને રજૂઆતો કરીશું, તેમ હાર્દિકે કહ્યું હતું.અને હાર્દિકે ઉમેર્યું હતું કે, 6 માર્ચથી સંઘર્ષના સાથી તરીકેનો સમાજ કાર્યક્રમ કરાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.