સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આજે મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલથી જિલ્લા- તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીને લઈને ચાર દિવસ માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે.
આવતીકાલે તારીખ ૭ ફેબ્રુઆરીથી ચાર દિવસ માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો ઉપસ્થિત રહેશે. મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીને લઈ જે નિયમો નક્કી કરવામાં આવ્યા હતા.
કેટલીક જગ્યાએ તો સિનિયર આગેવાનો એ ભાજપમાંથી રાજીનામા આપી અન્ય પાર્ટીઓના ખેસ ધારણ કરી લીધા છે. તો કેટલીક જગ્યાએ વિરોધ સાથે ભાજપના કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
ભાજપે પોતે જ બનાવેલા નિયમોને નેવે મૂકીને ઉમેદવારોને ટિકિટ આપી છે. ત્યારે ભાજપમાં અંદરોઅંદર ભારે અસંતોષ પેદા થયો છે. ત્યારે આ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવવાના છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદમાં સૂચક હાજરી જોવા મળવાની છે. તેઓ સોમવારે લોકસભાના કામો માટે વહીવટી તંત્ર સાથે બેઠક કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.