ઉમેદવારોએ રૂબરૂમાં ઉમેદવારી કરવાને બદલે, ફોર્મ સહિતના દસ્તાવેજોનું, ઓનલાઈન સબમિશનને, વધુ કર્યું છે પસંદ

ભાજપમાં દાવેદારી કર્યા પછી ‘કન્ફોર્મ’ નહોતુ, કલ્પના પણ નહોતી તેવા અનેક ઉમેદવારોને ટિકિટ મળી છે. આથી, કરવેરા, વીજળીનું બીલ સહિત અનેક સરકારી લ્હેણા માટે નો- ડયુટી સર્ટિ, ઘરમાં જાજરૂ છે અને ત્રણ બાળકો નથી તેવા સોગંદનામા બનાવવા માટે અનેક ઉમેદવારો ગુરૂવારની રાતથી જ દોડધામ કરતા જોવા મળ્યા હતા.

સાંજે ૮ વાગ્યા સુધી ચૂંટણી આયોગે એકત્ર કરેલી માહિતી મુજબ શુક્રવારે એક જ દિવસમાં ભાજપ- કોંગ્રેસ અને અન્ય પક્ષો મળીને કુલ ૮૨૪ ઉમેદવારી ફોર્મ મળ્યા છે.

જેમાં એક ઉમેદવારે એકથી વધુ ફોર્મ ભર્યા હોવાથી ખરેખર કેટલાની ઉમેદવારી છે તે ફોર્મ ચકાસણીને અંતે ૯ જાન્યુઆરીને મંગળવારની સાંજ પછી ખબર પડશે. આ તરફ ૬ કોર્પોરેશન માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે તા.૬ છેલ્લો દિવસ છે તેથી ધસારો વધશે એ નક્કી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.