દિલ્હીમાં હવે રોજ 1.25 લાખ લોકોને રસી લગાવવામાં આવશે. આ લક્ષ્ય મેળવવા માટે રસીકરણ કેન્દ્રની સંખ્યા બે ગણી કરવામાં આવશે. ત્યારે રસી લગાવવાનો સમય પણ વધારી સવારના 9થી રાતના 9 વાગ્યા સુધી રહેશે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાએ કોરોના વધતા મામલા પર ઉચ્ચ સ્તરીય બેઠકમાં જણાવયું કે દિલ્હીમાં રસીકરણ કેન્દ્રોની સંખ્યા 500થી વધારીને એક હજાર કરવામાં આવશે અને રસીકરણ 12 કલાક સુધી ચાલશે. જ્યારે સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધી થાય છે.
સમય અને કેન્દ્ર વધારવાથી વધારેમાં વધારે લોકોને રસી આપી શકાશે. તેમણે પણ કેન્દ્ર સરકારને પણ દિશા નિર્દેશ આપ્યા છે તે બહું વધારે કડક છે. આ કારણે નવા કેન્દ્ર ખોલવામાં સમસ્યા થઈ રહી છે. દિલ્હી સરકાર આ વિશે કેન્દ્ર સરકારને ચીઠ્ઠી લખી રહી છે. જેમાં રસીકરણના માપદંડમાં થોડી રાહત માંગી છે. આ માટે ઉંમર મર્યાદામાં પણ છૂટ આપવાની જરુર છે.
વૈજ્ઞાનિકોના હિસાબે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને રસી લગાવવામાં નહીં આવે. બાકી તમામ માટે રસીકરણ શરુ કરી દેવું જોઈએ. કેન્દ્ર રાજ્ય સરકારોને યુદ્ધના ધોરણે રસી લગાવવાની પરવાનગી આપે.
રસીકરણ અંગે કેન્દ્રએ માર્ગદર્શિકા બહાર પાડી છે, પરંતુ તેમાં ઘણા બધા સંકુશો મૂકવામાં આવ્યા છે. રસીકરણને બે મહિના થઈ ચૂક્યા છે, માટે હવે રસીકરણને પૂરી રીતે ખોલી નાખવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.