સુરતના વેપારીના ઘરમાં ઘૂસી તોડ કરનાર ઉમરા પોલીસના મહિલા PSI અને બે કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ

સુરતમા પણ રાજકોટ પોલીસની જેમ સુરત પોલીસ પણ તોડ કરી રહી છે. ઉમરા પોલીસના બે કોન્સ્ટેબલ અને એક PSIએ વેપારીના ઘરમાં ઘુસી લાખો રૂપિયાનો તોડ કર્યો હતો. ઉચ્ચ અધિકારીની જાણ વગર દારૂના નામે રેડ કરવામા આવી હતી. અને વેપારીએ ફરિયાદ કરતા પોલીસ કમિશનરે ઈન્કવાયરી આપી હતી. તપાસમાં પોલીસે તોડ કર્યાનું બહાર આવતા બે કોન્સ્ટેબલ અને એક PSIને સસ્પેંડ કરાયા છે.

સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે 1 PSI અને 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. ઉમરા પોલીસ મથકના PSI અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ કર્યા છે. અને PSI કે. એન.ચોપડા, કોન્સ્ટેબલ હરેશ બુસડીયા અને સત્યપાલસિંહ દિગ્વિજયસિંહ સસ્પેન્ડ કરાયા છે. દારૂના ચેકીંગના બહાને વેપારીના ઘરમાં ઘુસી ખોટો કેસ કરી 4 લાખની લાંચ માંગી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.