- કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનની સંયુકત રાષ્ટ્ર (UN)માં ફજેતી થઇ છે. વાત એમ છે કે ચીને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં એઓબી (એની અધર બિઝનેસ)ની અંતર્ગત કાશ્મીર મુદ્દા પર ક્લોઝ ડોર મીટિંગનો પ્રસ્તાવ મૂકયો. ચીને આ પ્રસ્તાવ પાકિસ્તાનની અપીલ પર મૂકયો હતો, તેના માટે 24 ડિસેમ્બર, 2019ની તારીખ નક્કી કરાઇ હતી. પરંતુ ત્યારે મીટિંગ થઇ શકી નહોતી. આજે ફરી એકવખત આ મુદ્દો યુએનમાં ઉઠાવતા પાકિસ્તાનના મિત્ર ચીનને પણ મોઢું સંતાડવાનો વારો આવ્યો.
- ચીને કાશ્મીર મામલો UNSCની મીટિંગ દરમ્યાન ઉઠાવ્યો તો તેના સ્થાયી સભ્યો ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન અને રૂસની સાથે 10 સભ્યોએ વિરોધ કર્યો અને કહ્યું કે આ મામલો અહીં ઉઠાવાની જરૂર નથી.
- પાકિસ્તાનના જુઠ્ઠાણાનો થયો પર્દાફાશસંયુકત રાષ્ટ્રમાં ભારતીય દૂત સૈયદ અકબરૂદ્દીને કહ્યું કે અમને ખુશી છે કે યુએનમાં પાકિસ્તાનના પ્રતિનિધિઓની તરફથી કાશ્મીર પર લગાવામાં આવેલા પાયાવિહોણા આરોપોની અસલિયત સામે આવી ગઇ. પાકિસ્તાન પોતાના મંસૂબાને આંતરરાષ્ટ્રીય સ્તર પર સફળ કરવા માટે ચીનનો ઉપયોગ કરે છે. પાકિસ્તાન પોતાના ત્યાંની સ્થિતિને છુપાવા માટે જુઠ્ઠાણું ફેલાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.