રાજકોટવાસીઓની ઉનાળામાં પાણીની સમસ્યા હલ કરવા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ઉનાળામાં રાજકોટ માં ઠેરઠેર પાણીની સમસ્યાઓ નહિ સર્જાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જાહેરાત કરી છે કે, સૌની યોજના અંતર્ગત આજી-1 ડેમ માં પીવાનું પાણી ભરવામાં આવશે. આમ, રાજકોટવાસીઓનો ઉનાળો કોરો નહિ રહે.
હાલ 20 દિવસ ચાલે તેટલું પાણી
આજી ડેમમાં હાલમાં 20 દિવસ ચાલે તેટલું જ પાણી છે. ત્યારે સૌની યોજના અંતર્ગત આજી-1 ડેમમાં પીવાનું પાણી ભરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. આ સાથે જ જાહેરાત કરાઈ છે કે, કસ્તુરબાધામ, કાળીપાટ ગામના લોકોએ આજી નદીના પટ્ટમાં અવરજવર કરવી નહિ. આજી-1 ડેમમાં પીવાનું પાણી ભરવા માટે મચ્છુ-1 સિંચાઈ યોજનામાંથી પાણી ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. રાજકોટ તાલુકાના કસ્તુરબાધામ તથા કાળીપાટ ગામની સીમમાં તથા આજી નદીના પટ્ટ તેમજ ચેકડેમમાં 15 માર્ચ, 2020ના રોજ પાણી આવવાની શક્યતા છે. રાજકોટ તાલુકાના કસ્તુરબાધામ તથા કાળીપાટ ગામના લોકોએ નદીના પટમાં અવરજવર નહીં કરવા કે પશુ ન લઈ જવા તેમજ ગામલોકોએ નદીમાં કપડાં ધોવા કે નાહવા ન જવા તાકીદ કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.