સુરતમાં કાકીને ફોન કરવા મુદ્દે કાકાએ ઠપકો આપ્યો જેથી લાગી આવતા ધોરણ 10ના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી.

સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કાકાએ ઠપકો આપતા ધોરણ 10ના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થી કાકીને ફોન કરતો હતો જેને લઇને કાકાએ તેને ઠપકો આપ્યો હતો અને આ ઠપકાને લઇને વિદ્યાર્થીએ ઘરના રસોડામાં દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી. જો કે, આ મૃતક વિદ્યાર્થી પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં કાકાએ ખોટી શંકા કરી હોવાનો વિદ્યાર્થી દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જેથી કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધીને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના નાના વરાછા ખાતે પશુપતિનાથ સોસાયટીમાં માતા-પિતા સાથે રહેતા 16 વર્ષના મૌનિકે આપઘાત કર્યો છે. મૌનિકે તાજેતરમાં જ ધોરણ-10ની પરીક્ષા આપી હતી કે જેનું હજુ તો પરિણામ આવવાનું પણ બાકી છે. મૌનિકના પિતા દિલીપભાઈ મંદિર બનાવવાનું કામ કરે છે. દિલીપભાઈને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે અને જેમાંથી મૌનિકે ઘરના રસોડામાં પંખા સાથે દોરી બાંધીને આત્મહત્યા કરી લીધી છે. જો કે, પરિવારને પોતાના વ્હાલસોયાના આપઘાત બાદ ભારે આઘાત લાગ્યો છે.

મળતી માહિતી અનુસાર, સુરતના નાના વરાછા ખાતે પશુપતિનાથ સોસાયટીમાં માતા-પિતા સાથે રહેતા 16 વર્ષના મૌનિકે આપઘાત કર્યો છે અને મૌનિકે તાજેતરમાં જ ધોરણ-10ની પરીક્ષા આપી હતી કે જેનું હજુ તો પરિણામ આવવાનું પણ બાકી છે. મૌનિકના પિતા દિલીપભાઈ મંદિર બનાવવાનું કામ કરે છે. દિલીપભાઈને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. જેમાંથી મૌનિકે ઘરના રસોડામાં પંખા સાથે દોરી બાંધીને આત્મહત્યા કરી લીધી છે. જો કે, પરિવારને પોતાના વ્હાલસોયાના આપઘાત બાદ ભારે આઘાત લાગ્યો છે.

આ બનાવની જાણ થતા જ કાપોદ્રા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસને તપાસ દરમિયાન ઘરમાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી. જેમાં મૌનિકે કાકીને ફોન કરવા બાબતે કાકાએ ઠપકો આપ્યાની વાત લખી છે.અને સાથે એમ પણ લખ્યું છે કે કાકાને જે શંકા છે તે ખોટી છે.

પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં કાકાના ઠપકા બાદ સગીરે આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે આ મામલે સ્યુસાઇડ નોટમાં કાકાનું નામ હોવાથી પોલીસે તેના કાકાની પૂછપરછ કરવાની તૈયારી હાથ ધરી છે પરંતુ હાલમાં આ મામલે પરિવારે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો છે અને પોલીસનું કહેવું છે કે, સંપૂર્ણ તપાસ બાદ જ આ કેસમાં વધુ વિગતો સામે આવી શકશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.