એક સમયે કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવી રાખ્યો હતો. ત્યારે ફરીથી હવે ધીમે-ધીમે કોરોનાએ દેખા દીધી છે. કોરોનાના વધતા કેસ વચ્ચે વેક્સિન લેવાની સલાહ આપવામાં આવે છે. ત્યારે હવે આ વચ્ચે અમદાવાદના વાસણા વિસ્તારમાં 14 વર્ષના બાળકને વેક્સિન આપ્યા બાદ બેભાન થઇ ગયો છે. જેને લઇને પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે કોવિશિલ્ડની જગ્યાએ કોવેક્સિન આપી દીધી છે અને આ અંગે વાસણા પોલીસમાં અરજીમાં કરવામાં આવી છે.
અમદાવાદના ન્યૂ આંબાવાડી હેલ્થ સેન્ટરે કિશોરને ખોટી રસી આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.અને બાળકના પિતાએ આરોપ કર્યા છે કે, હેલ્થ સેન્ટરમાં સગીરને કોવેક્સીનના બદલે કોવિશીલ્ડ વેક્સિન અપાઈ છે. કોવિશીલ્ડ રસી અપાયા બાદ સગીર બેભાન થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
15 વર્ષનો કિશોર બેભાન થઈ જતા સારવાર પણ આપવામાં આવી છે. આ મામલે સગીરના પિતાએ વાસણા પોલીસમાં અરજી કરી છે. જો કે, હેલ્થ સેન્ટરના અન્ય કર્મચારીઓનો દાવો છે કે, કિશોરને યોગ્ય રસી જ આપવામાં આવી છે.અને કિશોરને ખોટી રસી લાગવાના આરોપ સાથે વિવાદ થતા કિશોરને રસી આપનાર કર્મચારી બેભાન થઈ ગયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.