- ભરૂચ-સેવાશ્રમ રોડ પર બેકાબુ બનેલ ફોર વ્હીલ કાર સ્ટેચ્યૂ પાર્ક પાસેની દિવાલમાં ઘુસી જતા દોડધામ
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરમાં ગત રાત્રીના સમયે અકસ્માતની ઘટના બનતા દોડધામ મચી હતી,સેવાશ્રમ રોડ પર ના સ્ટેચ્યૂ પાર્ક પાસે ની દિવાલમાં બેકાબુ બનેલ કાર ના ચાલકે ધડાકા ભેર કાર ને દીવાલ માં ઘુસાડી દેતા ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી હતી,કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે,
ભરચક એવા સેવાશ્રમ રોડ પર આ ઘટના બનતા એક સમયે લોકોના ટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા,જોકે અકસ્માત ની ઘટના બાદ કાર નો ચાલક કાર ને સ્થળ પર જ છોડી ને ફરાર થયો હોવાનું પણ સામે આવ્યું હતું,ઘટના અંગેની જાણ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે સ્થળ પર દોડી જઈ મામલે તપાસ શરૂ કરી હતી, અચાનક બનેલ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી,જોકે કાર નજીક ની દીવાલ માં ધડાકા ભેર ઘુસી જતા દીવાલ ના ભાગ ને નુકશાની થઇ હોવાનું સામે આવ્યું છે,
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.