ડાયાબિટિસના બહાને વીમા કંપનીએ વિદેશી સારવારના રૂપિયા ન આપ્યા, ગ્રાહક કોર્ટે આપ્યો આ આદેશ જાણો….

સુરતના અડાજણ ખાતે હસમુખલાલ ફુલચંદ પારેખે બજાજ એલીયાન્ઝ જનરલ ઇન્સ્યુરન્સ અને તેના બ્રાંચ મેનેજર વિરુધ એડવોકેટ શ્રેયસ દેસાઇ મારફત જિલ્લા ગ્રાહક અદાલતમાં કરેલી ફરિયાદની વિગત એવી છે કે, ફરિયાદીએ માન્ચેસ્ટર જવાના હોય એટલે Travel Elite-Silver નામથી ઓળખાતો વીમો રૂપિયા 23 લાખનો લીધો હતો અને વીમો 31-03-2009 થી 11-09-2009 સુધી અમલમાં હતો. પ્રવાસ દરમિયાન માન્ચેસ્ટરમાં ફરિયાદી એક હોસ્પિટલમાં એડમિટ થયા હતા. જ્યા તેમને Acute Strock Secondary to Right Interior Circulation Infractionનું નિદાન થયું હતું. અને જરૂરી ટ્રીટમેન્ટ આપી 19-05-2009ના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ફરિયાદી હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે પોતાની ટ્રાવેલ ઇન્સ્યુરન્સ પોલીસીની નકલ હોસ્પિટલમાં આપેલ હતી. જેથી હોસ્પિટલ દ્વારા કંપની પાસે ફરિયાદીની સારવાર, હોસ્પિટલાઇઝેનશ, ટ્રીટમેન્ટ સંબંધિત ખર્ચની જાણ કરીને ફરિયાદીને કેશલેસ બેઝિસ પર સારવાર માટે એપ્રુવલ માંગવામાં આવેલ અને વીમા કંપની દ્વારા માન્ચેસ્ટર હોસ્પિટલને કેશલેસ ધોરણે સારવાર માટે લેખિતમાં એપ્રુવલ આપવામાં આવેલ. જેથી માન્ચેસ્ટર હોસ્પિટલે કેશલેસ બેઝિસ પર સારવાર કરીને ફરિયાદી પાસે કોઇપણ પેમેન્ટ લીધા વગર હોસ્પિટલમાં થઈ રજા આપી દીધી હતી.

ત્યારબાદ તેઓ ભારત પરત આવી ગયા હતા.પરંતુ તે દરમિયાન કંપનીએ ફરિયાદીની સારવાર સંબંધિત બીલ માન્ચેસ્ટર હોસ્પિટલને ચુકવવાનો ઇન્કાર કર્યો હતો અને ફરિયાદીને 15 વર્ષથી ડાયાબિટીસ હોવાનું તેમજ તે હકીકત વીમો લેતી વખતે છુપાવી હોવાનું જણાવી વીમા કંપનીએ ક્લેઇમ ચુકવવાનો ઇન્કાર કર્યો હતો.

જેથી માન્ચેસ્ટરની હોસ્પિટલે ફરિયાદીને પેમેન્ટ ચુકવવા નોટીસ આપી હતી. જેથી ફરિયાદીએ હોસ્પિટલ સારવારનું બીલ 3,50000 ચુકવ્યું હતું. ફરિયાદીએ તરફે એડવોકેટ શ્રેયસ દેસાઇએ જિલ્લા ગ્રાહક અદાલત સમક્ષ રજૂઆત કરતા ફરિયાદીને 15 વર્ષથી ડાયાબિટીસ હોવાનો કોઇ આધારભુત પુરાવા વીમા કંપની પાસે ન હોવાનું અને કહેવાતા ડાયાબિટીસ અને ફરિયાદીને માન્ચેસ્ટરમાં થયેલ બિમારીની ટ્રીટમેન્ટ સાથે કોઇ સંબંધ ન હોવ છતાં ક્લેઇમ ન ચુકવવાનું વીમા કંપનીનું પગલું માત્ર સેવામાં ક્ષતિ જ નહીં પણ શરમજનક પણ છે.

સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના તત્કાલીન પ્રમુખ એસ.જે.શેઠએ કરેલ હુકમમાં ક્લેઇમના રૂપિયા 3,50,000 ફરિયાદીની તારીખથી 9 ટકા વ્યાજ સહિત બીજા ખર્ચના 10 હજાર ચુકવી આપવા વીમા કંપની અને તેના બ્રાંચ મેનેજરને આદેશ આપતો હુકમ કર્યો હતો. સુરત જિલ્લા ગ્રાહક અદાલતના ચુકાદાને રદ કરાવવા માટે વીમા કંપનીએ ગુજરાત સ્ટેટ કમિશન સમક્ષ અપીલ કરી હતી.

પરંતુ, ગુજરાત સ્ટેટ કમિશનના તત્કાલિન ઇન્ચાર્જ પ્રમુખ જ્યોતિબેન જાની અને ઉષાબેન જાનીની બેન્ચે વીમા કંપનીની અપીલ રદ કરી હતી. ત્યારબાદ વીમા કંપનીએ સર્વોચ્ચ ગ્રાહક અદાલત ન્યુ દિલ્હી સમક્ષ રિવીઝન પીટીશન કરી હતી. પરંતુ, નેશનલ કમિશનની જસ્ટીસ દીપા શર્મા અને સુભાષચંદ્રની બેન્ચે વીમા કંપનીની રિવીઝન પીટીશન એડમીશનના સ્ટેજ પર દાખલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. અને સુરત ફોરમનો હુકમ કન્ફર્મ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.