સુરતમાં રેલવેના 10 લાખની કિંમતના અંડરગ્રાઉન્ડ કેબલની ચોરી

ઉનો ખાડી પાસે દિલ્હી-મુંબઈ રેલ્વે લાઇનના અંડરગ્રાઉન્ડ સિગ્નલ કેબલ નાખવા માટે ચાલી રહેલા કામ હેઠળ રૂ. 10 લાખની કિંમતના 18 કેબલ ડ્રમ ચોરાયા બાદ સચિન પોલીસ તપાસમાં જોડાઈ હતી જોકે, પોલીસને ચોરને શોધવામાં મહત્વની કડી મળી છે.

 

દિલ્હી અને મુંબઈ વચ્ચેની રેલ્વે લાઇનના અંડરગ્રાઉન્ડ સિગ્નલિંગ કેબલ નાખવાનું કામ ભારત સરકારના વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશને એલ એન્ડ ટી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે અને એલએન્ડટી કંપનીએ કતારગામ ગાયત્રી સોસાયટી, ધર્મ એપાર્ટમેન્ટ્સના વિન્ડસન એન્ટરપ્રાઈઝને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો છે.

 

વિન્ડસન એન્ટરપ્રાઇઝે 4 ડિસેમ્બરે ભરૂચના કુ કાવડા ખાતે એલ એન્ડ ટી કંપનીના સ્ટોરમાંથી 500 મીટરના 42 લાકડાના ડ્રમનો ઓર્ડર આપ્યો હતો. ભેસ્તાન રેલવે સ્ટેશન અને સચિન-પલસાણા ફ્લાય ઓવરબ્રિજ વચ્ચે કેબલ નાખવાનું કામ ચાલી રહ્યું છે જેમાં સચિન ઉમા કોલ્ડ સ્ટોરેજ પાસે તે ખાડીઓના કિનારે કેબલ ડ્રમ મૂકવામાં આવ્યા હતા.

 

જેમાંથી 24 ડ્રમ વપરાયા હતા અને 10 લાખની કિંમતના 18 ડ્રમ ઉન ખાડી પાસે પડ્યા હતા. જ્યાંથી અઠવાડિયા પહેલા 18 ડ્રમની ચોરી થઈ હતી અને વિન્ડસન એન્ટરપ્રાઇઝના માલિક અનંત ગુણવંત આંબલિયા (ઉંમર 28, રહે. અશોક નગર સોસાયટી, સિંગણપુર રોડ, મૂળ વડાલ, મહુવા, જિ. ભાવનગર)એ સચિન પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.