અંડરવર્લ્ડ ડૉન છોટા રાજનના ભાઈને NDAએ આપી ટિકિટ, ભાજપ માટે લડશે ચૂંટણી

વિધાનસભા ચૂંટણી 2019 માટે રાજકીય ઘમાસણ ચરમસીમાએ છે. દરેક પાર્ટીઓએ લગભગ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે આ બધાની વચ્ચે સત્તારૂઢ ભાજપાની સહયોગી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાએ પશ્વિમી મહારાષ્ટ્રનાં ફલટણ વિધાનસભા ક્ષેત્રમાંથી દીપક નિકાલજેને મેદાનમાં ઉતાર્યો છે. જે જેલમાં બંધ અંડરવર્લ્ડ ડૉન છોટા રાજનનો ભાઈ છે.આ ઘટનાની સામે આવ્યા બાદ રાજકીય ગલીઓમાં હલચલ તેજ થઈ ગઈ છે.

રાજ્યમાં 21 ઓક્ટોબરથી થનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ, શિવસેના અને અન્ય નાની સહયોગીઓની વચ્ચે સીટોની વહેંચણી હેઠળ કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવાલેના નેતૃત્વવાળી આરપીઆઈને છ સીટો આપવામાં આવી છે. અઠાવલેએ બુધવારે મુંબઈમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી જેમાં છોટા રાજનનાં ભાઈ દીપક નિકાલજેનું નામ પણ સામેલ છે.

આરપીઆઈનું નિવેદન

પાર્ટીનાં એક વરિષ્ઠ નેતાએ કહ્યુ, આ વખતે તેમણે (છોટા રાજનનાં ભાઈએ) ફલટણમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કારણકે તેઓ તે વિસ્તારમાંથી આવે છે. અને તેમનો અહીં સારો સંપર્ક છે. અન્ય પાંચ સીટો જ્યાંથી આરપીઆઈનાં ઉમેદવારો હશે, તેઓ સોલાપુર જીલ્લાનાં માલશિરસ, નાંદેડ જીલ્લાનાં ભંડારા અને નયગાંવ, પરભણીમાં પાથરી અને મુંબઈમાં માનખુર્દ-શિવાજી નગર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.