આવતી કાલે રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાવવા જઈ રહ્યું છે ત્યારે જ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઈને સનસની ખુલાસો થયો છે. પોલીસને હાથ લાગેલી જાણકારી પ્રમાણે દિલ્હી વિધાનસભાની ચૂંટડી ડી કંપનીના રડાર પર છે. અનેક મોટા રાજનેતાઓ, જજો સહિતના અનેક નામચીન લોકો હત્યા નિપજાવવામાં આવી શકે છે અને તેમના પર ઘાતક હુમલા થઈ શકે છે
દિલ્હી પોલીસના સેલને ડી ગેંગ સાથે સંકળાયેલી વોટ્સએપ ચેટ પણ મળી અવી છે. ડી ગેંગના આ હુમલાખોરો પાસે આધુનિક હથિયારો છે. દિલ્હીના પોલીસ કમિશ્નર અમુલ્ય પાઠક આ મામલે ઉંડાણપૂર્વક તપાસ ચલાવી રહ્યાં છે.
રાજધાની દિલ્હીમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. આવતી કાલે અહીં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે. 11મી ડેસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે. તેવામાં ખુલાસો થયો છે કે, મુંબઈના 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોનો દોષિત દાઉદ ઈબ્રાહિમ અનેક મોટા ગજાના રાજનેતાઓ, ન્યાયિક ક્ષેત્ર સાથે સંકળાયેલી હસ્તીઓ, જજો સહિતના અનેક જાણીતા લોકોની હત્યા નિપજાવવા યોજના બનાવી રહ્યો છે. આ કામ માટે તેણે પોતાના ખાસ એવા છોટા શકીલને જવાબદારી સોંપી છે.રાજધાની દિલ્હીમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. આવતી કાલે અહીં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે. 11મી ડેસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે. તેવામાં ખુલાસો થયો છે કે, મુંબઈના 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોનો દોષિત દાઉદ ઈબ્રાહિમ અનેક મોટા ગજાના રાજનેતાઓ, ન્યાયિક ક્ષેત્ર સાથે સંકળાયેલી હસ્તીઓ, જજો સહિતના અનેક જાણીતા લોકોની હત્યા નિપજાવવા યોજના બનાવી રહ્યો છે. આ કામ માટે તેણે પોતાના ખાસ એવા છોટા શકીલને જવાબદારી સોંપી છે.
સાથે જ દિલ્હી પોલીસે રાજકીય પક્ષોને ચેતવણી પણ આપી છે કે તેઓ શાહીન બાગ જવાનું ટાળે. જો શાહીન બાગ ગયા હોય તો બાબા રામદેવ પર પણ હુમલો થયો હોત આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.