UNESCOમાં પાકિસ્તાને કાશ્મીર-અયોધ્યા મુદ્દો ઉઠાવતા ભારતે દુનિયા સામે બરાબર હાંકી કાઢયું

કાશ્મીર અને અયોધ્યાનો મુદ્દો ઉઠાવા પર યુનેસ્કોમાં ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે પાડોશી મુલ્કની આલોચના કરતાં કહ્યું કે પાકિસ્તાનને આપણા આંતરિક મામલામાં ટાંગ અડાડવાની માનસિક બીમારી છે. આતંકવાદના મુદ્દા પર ભારતે પાકિસ્તાનને ઘેરતા કહ્યું કે પાકિસ્તાન પ્રાયોજીત આતંકવાદથી દુનિયા પરેશાન છે.

પેરિસમાં યુનેસ્કોના હેડક્વાર્ટરમાં આયોજીત યુનેસ્કોની જનરલ કોન્ફરન્સના 40મા સત્રની સામાન્ય નીતિ ચર્ચા પર પાકિસ્તાનના આરોપોનો જવાબ આપતા ભારતે કહ્યું કે પાકિસ્તાન પ્રોપેગેન્ડા રચી રહ્યું છે અને ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે કાયદાના આધાર પર ચુકાદો આપ્યો છે. પાકિસ્તાન અમારી આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. તેઓ આ પ્રકારની ધૃણાસ્પદ વાતો ફેલાવી રહ્યા છે તે નિંદનીય છે.

કાશ્મીર અમારો આંતરિક મામલો

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશો અંગે બોલતા ભારતે કહ્યું કે આ બંને ભારતના અંદરના હિસ્સા છે અને પાકિસ્તાનની તરફથી કાશ્મીરમાં ગેરકાયદે ઘૂસણખોરી કરાઇ રહી છે. ભારતે આગળ કહ્યું કે પાકિસ્તાન સતત ભારતની અંદરની બાબતોમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે જે કોઇપણ રીતે સ્વીકાર્ય નથી. સરહદપારથી આતંકવાદી ગતિવિધિઓને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.