UNFPAએ 2020 સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ બહાર પાડી, દર વર્ષે ભારતમાં, 46 મિલિયન છોકરીઓ થાય છે ગાયબ

યૂનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ(UNFPA)એ 2020 સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ બહાર પાડી છે. આ રિપોર્ટ અનુસાર, દર વર્ષે દુનિયામાં 142 મિલિયન(14.2 કરોડ) અને ભારતમાં 46 મિલિયન(4.6 કરોડ) છોકરીઓ ગુમ થઈ જાય છે.

UNFPAનું અનુમાન છે કે, જન્મ પહેલા લિંગ પરીક્ષણને કારણે 3માંથી 2 છોકરીઓ ગુમ થાય છે. જન્મ પછી દર 3માંથી 1 બાળકીનું મોત થઇ જાય છે.

પૂરી દુનિયામાં ગુમ થયેલી છોકરીઓની સંખ્યા સૌથી વધારે ચીન અને ભારતમાં છે.

ભારતની Sample Registration System Statistical Report, 2018 અનુસાર, 2016-18નો સેક્સ રેશિયો પ્રત્યેક 1000 છોકરાએ 899 છોકરીઓ પેદા થઈ.

UNPFની રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, દુનિયામાં વ્યાપક કુરીતિ રિવાજોને ખતમ કરવાના માર્ગે આપણે આગળ વધી રહ્યા હતા, પણ કોરોના વાયરસના કારણે પરિસ્થિતિ પહેલા જેવી થઈ શકે છે. ભારતમાં માત્ર દીકરાની ચાહમાં દીકરીઓને મારવામાં આવતી નથી. છોકરીઓના બાળ વિવાહ પણ સંપૂર્ણ રીતે ખતમ થઈ શક્યા નથી. કડક કાયદા હોવા છતાં, નેશનલ હેલ્થ એન્ડ ફેમિલી સરવેના ડેટા અનુસાર, 2015-16માં દેશમાં ગરેક 4માંથી 1 છોકરીના લગ્ન 18 વર્ષ પહેલા કરી દેવામાં આવ્યા.

વર્તમાનમાં 50 વર્ષ સુધી એકલા રહેનારા પુરુષોની સંખ્યામાં 2055માં 10 ટકાનો વધારો થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.