સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે ‘રાઇટ ટૂ રિપ્લાય’ (જવાબ આપવાનો અધિકાર) અંતર્ગત ઇમરાન ખાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે.
શુક્રવારે સાંજે ન્યૂયોર્ક (New York)માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (United Nations General Assembly)ના મંચ પરથી પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારત વિરુદ્ધ એક પછી એક એમ અનેક જુઠ્ઠાણાનો ગંજ ખડક્યો હતો. હવે ભારતે ‘રાઇટ ટૂ રિપ્લાય’ અંતર્ગત ઇમરાન ખાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. ભારતે અહીં પાકિસ્તાનને આકરો જવાબ આપતા વિદેશ મંત્રાલયના પ્રથમ સેક્રેટરી વિદિશા મૈત્રા (Vidisha Maitra)એ કહ્યુ કે, ઇમરાન ખાનનું ભાષણ નફરતથી ભરેલું હતું. તેઓ દુનિયાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભારતનો જવાબ :
શું પાકિસ્તાન એ વાતનો સ્વીકાર કરશે કે દુનિયામાં ફક્ત ત્યાં જ એવી સરકાર છે જે આતંકીઓને પેન્શન આપે છે. સંયુક્ત રાષ્ટ્રે અલકાયદાના જે આતંકીઓની યાદી જાહેર કરી છે તેમને પાકિસ્તાન પેન્શન આપે છે.
માનવાધિકારની વાતો કરતા પાકિસ્તાને પોતાના દેશમાં લઘુમતિઓની હાલત વિશે વિચારવું જોઈએ, જેમની સંખ્યા 23 ટકામાંથી ત્રણ ટકા સુધી પહોંચી ગઈ છે.
શું પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન એ વાતની પુષ્ટિ કરી શકે છે કે તેમના દેશમાં સંયુક્ત રાષ્ટ્રની યાદીમાં સામેલ 130 આતંકવાદી અને અન્ય 25 આતંકીઓ રહે છે.
નોંધનીય છે કે શુક્રવારે રાત્રે વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કર્યું હતું. સામાન્ય રીતે અને દુનિયાભરના લોકોને બોલવા માટે ફક્ત 15-20 મિનિટનો સમય આપવામાં આવે છે. પીએમ મોદીએ ભાષણ આપતી વખત સમયપાલન કરતા પોતાનું ભાષણ 17 મિનિટમાં પૂર્ણ કર્યું હતું. જ્યારે ઇમરાન ખાન 47 મિનિટ સુધી બોલતા રહ્યા હતા. તેમને વારેવારે પોતાનું ભાષણ સમાપ્ત કરવાની ચેતવણી આપવામાં આવી હતી. જોકે, ચેતવણીઓને અવગણીને તેઓ સતત બોલતા રહ્યા હતા અને ભારત સામે ખોટા આરોપો લગાવતા રહ્યા હતા.
ઇમરાન ખાનનું જુઠ્ઠાણું
ઇમરાન ખાને કહ્યુ કે કાશ્મીર 55 દિવસથી બંધ છે. જ્યારે પ્રતિબંધો હટાવી દેવામાં આવશે ત્યારે હત્યાકાંડો સર્જાશે, લોકો વિરોધ પ્રદર્શનો કરવા માટે રસ્તા પર ઉતરશે. ઇમરાન ખાન કહ્યુ કે, જ્યારે કર્ફ્યૂ હટી જશે તો શું થશે? શું તેઓ (પીએમ મોદી) વિચારે છે કે કાશ્મીરીઓ બંધારણમાં કરવામાં આવેલા સુધારા શાંતિથી સ્વીકારે લેશે? ઇમરાન ખાને કહ્યુ કે પ્રતિબંધ હટાવ્યા બાદ પુલવામાં જેવા હુમલાઓ થશે. કારણ કે આર્ટિકલ 370 હટાવ્યા બાદ કાશ્મીરીઓ ઉગ્રવાદી બની જશે. ભારત ફરીથી આ માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.