UNGAમાં PM મોદીના જોરદાર ભાષણથી દુનિયામાં વધી ભારતની તાકાત

PM મોદીના ભાષણમાં ભારત અને 130 કરોડ ભારતીયોના સકારાત્મક વિકાસ પથની છાપ જોવા મળી

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને (Imran Khan) શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ને સંબોધિત કરી હતી યૂએનજીએમાં પીએમ મોદીના આ ભાષણથી વૈશ્વિક મંચ ઉપર ભારતની તાકાત વધારે વધી છે. ભારતના પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર દુનિયાને ચરમપંથના ખતરાથી ચેતવ્યા હતા. જ્યારે શાંતિ માટે ભારતની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીના આ ભાષણનો વૈશ્વિક પ્રભાવ પણ પડ્યો છે. યૂએનમાં તેની ઝલક પણ જોવા મળી હતી. પીએમ મોદીએ પોતાનું ભાષણ ખતમ કર્યું ત્યારે ત્યાં હાજર બીજા દેશના રાષ્ટ્રાધ્યક્ષો અભિનંદન આપવા ઉભા થઈ ગયા હતા. ગ્રીસના પીએમ, મોરિશસના રાષ્ટ્રપતિ અને સિંગાપુરના પ્રધાનમંત્રીએ પીએમ મોદીના ભાષણની પ્રશંસા કરી હતી અને શુભકામના પાઠવી હતી.

યૂએનમાં આપવામાં આવેલ પોતાના ભાષણમાં પીએમ મોદી કાશ્મીર મામલા પર યૂ વર્સેસ મી થી દૂર રહ્યા હતા. પીએમ મોદી એ વાતને લઈને બિલકુલ સ્પષ્ટ હતા કે કાશ્મીર ઉપર કોઈ સમજુતી થશે નહીં. સંયુક્ત રાષ્ટ્ર જેવા વૈશ્વિક મંચથી સંબોધિત કરવાના કારણે આ સંદેશને પણ જોરથી રજુ કર્યો હતો. તેમના ભાષણમાં ભારત અને 130 કરોડ ભારતીયોના સકારાત્મક વિકાસ પથની છાપ જોવા મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.