ઊંઘતી સરકાર દેશની સરહદ પર તૈનાત સૈનિકોને વિશે પર્યાપ્ત વિચારી નથી શકતી!

લેહ, લદ્દાખ અને સિયાચિન જેવા ખૂબ ઉંચા અને દુર્ગમ સ્થાનોમાં તૈનાત ભારતીય સૈનિકોને કપડા, જૂતા, સ્લીપિંગ બેગ અને સન ગ્લાસ જેવી ગંભીર તંગીનો સામનો કરવો પડ્યો છે. CAGના ખામીઓ તરફ ઈશારો કરતા કહ્યું કે, જવાનોને ચાર વર્ષ સુધી બરફના સ્થાન પર પહેરાતા કપડા અને બીજા સામાનોની તંગીનો સામનો કરવો પડ્યો છે.

દેશની સરહદ પર તૈનાત સૈનિકોને પર્યાપ્ત માત્રામાં કેલેરી પણ મળી રહી નથી. આ ખુલાસો ભારતીય નિયંત્રક અને ઓડિટર જનરલ એટલે કે CAGએ પોતાના એક રિપોર્ટમાં કર્યો છે. કેગનો આ રિપોર્ટ સોમવારે સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બરફના વિસ્તારમાં તૈનાત સૈનિકોને સ્નો બૂટ ના મળવાને લીધે સૈનિકોએ જૂના જોડા રિસાઇકલ કરીને પહેરવા પડ્યા છે.

સેનાને બજેટની તંગી

કેગે ગણાવ્યું કે, માર્ચ 2019માં રક્ષા મંત્રાલય તરફથી આપવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યું છે કે બજેટની તંગી અને આર્મીની જરૂરીયાતમાં વધારાને કારણે જવાનોને આ મુશ્કેલી પડી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2017માં બરફના વિસ્તારમાં ઉપયોગમાં લેવાતા કપડા અને સામાનની માગ વધીને 64,131 થઈ ગઈ. આ કારણે સેના મુખ્યાલયમાં આ સામાનોની કમી થઈ હતી. પરંતુ રક્ષા મંત્રાલયે કહ્યું કે, ધીમે-ધીમે આ કમીને પૂરી કરી દેવામાં આવશે.

રક્ષા મંત્રાલયે એમ પણ દાવો કર્યો કે સૈનિકોને જમીની સ્તર પર સામાનોની કમી પડી નથી. પરંતુ કેગે કહ્યું કે, રક્ષા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતાને સ્વીકાર ન કરી શકાય. કેગે સ્નો ગોગલ્સની કમીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેની કમી 62થી 98 ટકા વચ્ચે નોંધાઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.