રાધા બેન પાસે રેશન કાર્ડ પણ નથી અને વૃદ્ધા પેન્શન પણ નથી મળતું જેથી સ્થિતિ કફોડી બની
લોકડાઉનમાં જે વડીલો ગરીબ અને અસહાય છે તે સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ સંજોગોમાં કોઈ મદદ મળે તે જ તેમના ભરણ-પોષણનું માધ્યમ બની શકે છે.
આવી જ મદદ મેળવવાની આશામાં એક વૃદ્ધ મહિલા 50 કિમી ચાલીને બેંક પહોંચી હતી અને ત્યાં પહોંચીને તેને પોતાના ખાતામાં સહાય જમા ન થઈ હોવાની જાણ થઈ હતી.
ફિરોઝાબાદના હિમ્મતપુર ગામના રહેવાસી 72 વર્ષીય રાધા બેન આગ્રાના રામબાગ ખાતે મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. લોકડાઉનના કારણે કામ બંધી થઈ જતા તેમના પાસે રહેલા પૈસા પણ પૂરા થઈ ગયા હતા. તેવામાં કોઈ વ્યક્તિએ તેમને સરકારે મહિલાઓના જનધન ખાતામાં 500-500 રૂપિયા જમા કર્યા હોવાની માહિતી આપી હતી.
વૃદ્ધ મહિલા રાતે જ ચાલતા નીકળી પડી
બેંક ખાતામાં મદદ જમા થઈ હોવાની જાણ થતા જ તે મહિલા ભૂખ-તરસની પરવા કર્યા વગર આગ્રાના રામબાગ ખાતેની બેંકમાંથી 500 રૂપિયા ઉપાડવા રાતે નીકળી પડી હતી.
આશરે 50 કિમી ચાલીને તે શનિવારે સવારે ટુંડલાના પચોખરા ખાતે આવેલી સ્ટેટ બેંકની શાખાએ પહોંચી ગઈ હતી. પરંતુ બેંકના કર્મચારીઓએ તેમના ખાતામાં તપાસ કરીને રૂપિયા જમા ન થયા હોવાની જાણ કરી હતી જેથી તેઓ નિરાશ થઈ ગયા હતા.
મહિલાના કહેવા પ્રમાણે તેમના પાસે રેશન કાર્ડ પણ નથી અને તેમને વૃદ્ધા પેન્શન પણ નથી મળતું. ઉપરથી 500 રૂપિયાની સહાય પણ તેમના ખાતામાં નથી આવી જેથી હતાશ થઈને ચાલતા પાછા જવું પડ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.