સુરતના કડોદરામાં ભાજપના બેનરો ફાડી નાખવાનો મામલો સામે આવ્યો છે અને જિલ્લા ભાજપ દ્વારા મહામહેનતે બેનરો બનાવી લગાડવામાં આવ્યા બાદ મધરાત્રે કોઈએ સવારે બેનરો ફાડી નાખતા વિવાદ ઉભો થયો છે.
સુરત જિલ્લાના પલસાણાના કડોદરા ખાતે આગામી તા 7 મી મે ના રોજ વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે અને જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આવવાના હોય જેથી સુરત જિલ્લા ભાજપ દ્વારા તેમના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ શરૂ થઈ છે અને જિલ્લા ભાજપ દ્વારા કડોદરા ખાતે પલસાણાના હરિપુરા ગામના પાટિયા થી કડોદરા ચાર રસ્તા સુધી પાર્ટી અધ્યક્ષને સ્વાગત કરતા બેનરો લગાવવામાં આવ્યા હતા અને જે બેનરો અજાણ્યા ઈસમોએ ફાડી નાખતા ભારે ચકચાર મચી ગઇ છે. વિગતો મુજબ બુધવારે મધરાત્રે અઢી થી ત્રણ વાગ્યાના સમયગાળામાં કોઈ અજાણ્યા શખ્સોએ આ બેનરો ફાડી નાંખ્યા હતા.
આ સમગ્ર ઘટના હાઈવેની બાજુની એક દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મોટરસાઇકલ પર આવેલ કેટલાક અજાણ્યા શખ્સોએ આ બેનરો ફાડી નાંખ્યા હતા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આવે તે પહેલા જ બેનરો ફાટતાં જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.