સુરતના પુરુષોત્તમ સુખા પટેલે બેંક ઓફ બરોડા ભેસ્તાન બ્રાંચ, સુરત વિરુધ જિલ્લા ગ્રાહક કમિશનમાં દાખલ કરેલી ફરિયાદ મુજબ ફરિયાદીનું બેંકમાં સેવિંગ એકાઉન્ટ હતું. સાથે ATM કાર્ડ પણ હતું. તેઓ બેંકના ATM સેન્ટર પર ગયા હતા જ્યાં મશીનમાં કાર્ડ એન્ટર કર્યું પણ પૈસા નીકળ્યા ન હતા. તે સમયે એક અજાણ્યો યુવક ફરિયાદીની સાથે ATM કેબીનમાં પ્રવેશ્યો અને ફરિયાદીએ ફરી કાર્ડ મશીનમાં એન્ટર કરતા પૈસા નીકળ્યા ન હતા.અને તે સમયે અજાણ્યા યુવકે ફરિયાદી પાસે ATMની માંગણી કરી હતી જેથી તેની વાતોમાં આવીને પૈસા ઉપાડવા કાર્ડ આપેલ હતું. પરંતુ, પૈસા નીકળ્યા નહીં.
જેથી એ અજાણ્યા યુવકે ચાલાકીપૂર્વક કાર્ડ બદલી પોતાનો બંધ કાર્ડ આપી દીધો હતો. ત્યારબાદ પાસુબકની એન્ટ્રી કરાવતા બેલેન્સ ઓછુ બતાવેલ હતું. જેથી પાસબુક ચેક કરતા ટુકડે ટુકડે 1,24,000 ઉપડી ગયા હતા. બેંકે પાછળથી તપાસ કરીને જણાવ્યુ કે ફરિયાદી પાસે જે ATM કાર્ડ છે તે કાર્ડ વિષ્ણુ નામના વ્યક્તિનો છે. આમ, ફરિયાદીનો ATM કાર્ડ ત્રાહિત વ્યક્તિએ ATM બુથ પર પોતે લઇ પોતાના બંધ કાર્ડ આપી દીધો હતો. અને જેથી ફરિયાદીએ બેંક વિરુધ ફરિયાદ જિલ્લા ગ્રાહક અદાલતમાં આપી હતી
બેંક ઓફ બરોડા તરફે એડવોકેટ શ્રેયસ દેસાઇએ દલીલ કરતાં જણાવ્યું કે, કોઇપણ જાગૃત ગ્રાહક પોતાનો ATM કાર્ડ અને પાસવર્ડ કોઇ અજાણી વ્યક્તિના હાથમાં આપી દે નહીં. અજાણ્યા યુવકે ATM બદલી લઇ ને પોતાનો બંધ ATM કાર્ડ ફરિયાદીને આપી દીધો હતો. તે બાબતની જાણ શુદ્વા ન થયેલ હોવાની હકીકત પણ ફરિયાદીની પોતાની બેદરકારી સૂચવે છે. ફરિયાદીએ નાણા ગુમાવ્યા તેમાં બેંકની કોઇ બેદરકારી ન હતી. સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન પ્રમુખ ન્યાયાધીશ એમ.એચ.ચૌધરી અને સભ્ય પૂર્વીબેન જોષીએ આપેલ ચુકાદામાં બેંકના પક્ષે સેવામાં ખામી થઇ હોવાનું કહી શકાય નહીં અને એમ ઠરાવી ફરિયાદ રદ કરતો હુકમ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.