કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પહેલા સાણંદથી આ વાત કહી

બીજેપી અત્યાર અત્યારસુધીના તમામ વિક્રમો તોડી સૌથી વધુ સીટો અને સૌથી વધુ મતદારો સાથે પ્રચંડ બહુમતીથી સરકાર બનાવશે.

News Detail

કેન્દ્રીય ગૃહમંત્રી અત્યારે ગુજરાતના પ્રવાસે છે. તેઓ વિવિધ વિધાનસભા વિસ્તારમાં જઈને ફોર્મ ભરાવવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે આજે તેઓ સાણંદ પહોંચ્યા હતા અહીં મીડિયા સાથે વાતચીતમાં તેમણે મહત્વની વાત કહી હતી.

સાણંદમાં મીડીયા સાથેની વાતચીકમાં અમિત શાહે વધુમાં કહ્યું કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રની 40 સાણંદ વિઘાનસભામાં અત્યારના ધારાસભ્ય કનુભાઈનું ફોર્મ સૌ કાર્યકર્તાઓએ સાથે મળીને ભર્યું છે. બીજેપી અત્યાર અત્યારસુધીના તમામ વિક્રમો તોડી સૌથી વધુ સીટો અને સૌથી વધુ મતદારો સાથે પ્રચંડ બહુમતીથી સરકાર બનાવશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્રઢતા સાથે ગતિ ગુજરાતમાં વિકાસના કામોની કરી છે. કાયદો વ્યવસ્થા સુદ્રઢ બનાવી છે, અર્થ તંત્રને વેગવંતુ બનાવ્યું છે. શિક્ષણ, ઉદ્યોગ, સ્વાસ્થ્ય, મહિલા કલ્યાણમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

ગુજરાતના દલિતો, આદિવાસીઓ અને ઓબીસી સમાજના સૌના વિકાસ થાય તેના માટે એક વિકાસનું મોડલ જે નરેન્દ્રભાઈ મોદી મુકીને ગયા હતા તેને ભૂપેન્દ્ર પટેલ આગળ વધારી રહ્યા છે તેમ અમિત શાહે કહ્યું હતું.

બીજેપીને અત્યાર સુધીમાં એક સાથે રહીને જીતાડવાનો પ્રયત્ન કર્યો છે. નાગરીકોએ ભારતીય જનતા પાર્ટીને માન્ય રાખી છે અને આગળ પાર્ટી વધી રહી છે. જિલ્લાના પ્રમુખ અને પ્રદેશના મહામંત્રી એમ સૌએ હાજરી આપી છે અને સાણંદ વિધાનસભાને જીતવાનો પ્રયત્ન કરીશું. જિલ્લાના પૂર્વ પ્રમુખ, પ્રમુખ, પ્રદેશ મહામંત્રીએ હાજરી આપી છે. એક જુટતાથી સાણંદ વિધાનસભાને જીતવાનો પ્રયત્ન કરીશું. તેમ તેમણે જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.