અનોખી ઓફર:‘1 કિલો પતંગની દોરીની ગૂંચ આપી જાઓ અને 1 કિલો ખમણ કે ચીઝ રોલ-લોચો ફ્રી મા લઈ જાઓ’

આ વર્ષે સુરતીઓએ ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા 2 દિવસની નહીં, પરંતુ 3 દિવસ માણી છે અને ત્યારે હવે ઠેર ઠેર ઝાડ પર, ઇલેક્ટ્રિક વાયરો પર અને લાઇટના પોલો પર કપાયેલા પતંગો તથા ધારદાર દોરાઓ લટકતા જોવા મળી રહ્યાં છે. જોકે દોરાઓને કારણે અનેક નાના-મોટા અકસ્માતો પણ થતા જોવા મળે છે, જેમાં પશુ, પક્ષીથી માંડી માણસોને પણ જાન હાનિ થાય છે.

શહેરના એક જીવદયાપ્રેમી અને વેસુ આગમ આર્કેડમાં જય ગોપીનાથ ખમણ અને લોચોની દુકાન ચલવતા ચેતન અને પરેશે મળી અનોખી ઓફર જાહેર કરી છે અને તેમણે એવી ઓફર આપી છે કે 500 ગ્રામ દોરીની ગૂંચ લાવનારને 500 ગ્રામ સાદા ખમણ તથા 1 કિલો દોરીની ગૂંચ લાવનારને 1 કિલો સાદા ખમણ અથવા ચીઝ રોલ લોચો ફ્રીમાં આપશે. ઉલ્લેખનીય છે કે આમ તો સુરતીઓને નાસ્તામાં સૌથી પ્રિય લોચો અને ખમણ રહેતાં હોય છે, એવામાં જ ઉત્તરાયણના દિવસે આવી ઓફર મળી છે અને વિક્રેતાએ કહ્યું હતું કે ઓફર 20 જાન્યુઆરી સુધી રાખી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.