જાહેરક્ષેત્રની 2 બેન્કોના ખાનગીકરણની જાહેરાત થઇ હતી જેને પગલે યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયને હડતાળનું એલાન આપ્યું છે
ગુજરાતમાં 5,000 બેન્ક બ્રાન્ચો બંધ રહેશે. અને રાજ્યના 60,000 બેન્કકર્મચારીઓ હડતાળ કરશે. જેને પગલે રૂ. 20,000 કરોડના બેન્કટ્રાન્ઝેક્શન અટકી જશે.
છેલ્લા 4 વર્ષમાં સરકારે 14 બેંકોનુ વિલીનીકરણ કર્યું છે. 9 બેન્ક કર્મચારી યુનિયનો હડતાળમાં જોડાશે,.
બેન્ક કર્મીઓ એન્ટિકોપોર્ટેટાઇઝેશન ડે તરીકે ઉજવાશે.
UFBUના સભ્યોમાં ઑલ ઇન્ડિયા બેંક એમ્પ્લાઇઝ એસોસિએશન(AIBEA), ઑલ ઇન્ડિયા બેંક ઑફિસર્સ કન્ફેડરેશન(AIBOC), નેશનલ કૉન્ફેડરેશન ઑફ બેંક ઇમ્પ્લૉઇઝ(NCBE), ઑલ ઇન્ડિયા ઑફિસર્સ એસોસિએશન (AIBOA) અને બેંક એમ્પ્લૉઇઝ કન્ફેડરેશન ઑફ ઇન્ડિયા (BICI) સહિત સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.