યુનિવર્સિટીની પરીક્ષાને લઈને નરોવા કુંજરોવા સરકારે અંતે નિર્ણય ફેરવ્યો, છેલ્લા વર્ષની પરીક્ષાઓ નહી લેવાય

 

ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ થોડા કલાકો પહેલા જ પ્રેસ કોન્ફરન્સ કરીને સંબોધન કરતા જણાવ્યુ હતું કે, આવતીકાલથી GTU સહિત રાજ્યની યુનિવર્સિટીઓની પરીક્ષાઓ યોજાશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, તમામ યુનિવર્સિટીઓની પરીક્ષા રાબેતા મુજબ યોજાશે પરંતુ પરીક્ષાઓ લેવા મામલે સરકારની સ્થિતિ જાણે નરોવા કુંજરોવા હોય તેમ ગણતરીના કલાકોમાં જ આ નિર્ણય ફેરવી નાખ્યો.

આજે શિક્ષણમંત્રીએ રાજ્યની તમામ યુનિવસિર્ટીમાં અંતિમ વર્ષની પરીક્ષાઓ યોજાશે તેમ જણાવ્યું હતું પરંતુ ગણતરીના કલાકોમાં સરકારે આ પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને આ બાબતને આદેશ અપાયો હોવાનો શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસ્માએ ખુલાસો કર્યો છે.

આજે સવારે જ પરીક્ષા લેવાનો સરકારે નિર્ણય જાહેર કર્યો હતો. પરીક્ષાઓ યોજવા બાબતે સરકારે વારંવાર નિર્ણયો બદલતાં છાત્રો પણ મૂંઝાઈ ગયા છે. હાલમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે સ્કૂલો અને કોલેજો ખોલવા માટે પણ મોદી સરકાર તૈયાર નથી ત્યારે ગુજરાત સરકારે લીધેલો નિર્ણય ફેરવ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.