યુપીની રાજધાની લખનઉમાં યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી એક છોકરીની ડેડબોડી મળતાં હડકંપ મચ્યો હતો.
રવિવારે લખનઉની રામ મનોહર લોહિયા યુનિવર્સિટીની ગર્લ હોસ્ટેલમાંથી કાયદાનું ભણતી છોકરીની ડેડબોડી મળતાં હડકંપ મચ્યો હતો. જે છોકરીની લાશ મળી છે તેનું નામ અનિકા રસ્તોગી છે જે સિનિયર આઈપીએસ ઓફિસર સંતોષ રસ્તોગીની પુત્રી હતી. અનિકા હોસ્ટેલના રૂમના ફ્લોર પર બેભાન અવસ્થામાં પડેલી મળી આવી હતી જે પછી તેને હોસ્પિટલ લઈ જવાઈ જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી.
રાતે રુમમાં ગયાં બાદ દરવાજો ન ખોલ્યો
અનિકા રાત્રે તેના રૂમમાં ગઈ હતી, ત્યારબાદ તેણે દરવાજો ન ખોલ્યો. સવારમાં મિત્રોએ ખખડાવતાં તેણે દરવાજો ન ખોલતાં વહેમ પડ્યો અને ત્યાર બાદ દરવાજો તોડી પડાયો હતો જેમાં અનિકા બેભાન થઈને પડી હતી. અનિકાને વહેલી સવારે હાર્ટ એટેક આવ્યો હોવાનું અનુમાન છે.
મોતનું કારણ હાર્ટ એટેક
અનિકાને રાતે હાર્ટએટેક આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસે અનિકાની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને તેમાં જ મોતનું સાચું કારણ સામે આવશે. આ શંકાસ્પદ મોતને લઈને યુનિવર્સિટી અને પોલીસ પ્રશાસનમાં ચિંતા ઉભી થઈ છે. પોલીસ આ મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે અને અનિકાના પરિવારજનોને ઘટના અંગે જાણ કરવામાં આવી છે. આ ઘટનાએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફને આંચકો આપ્યો છે. પુત્રીના મોતના સમાચાર મળતાં ઈપીએસ અધિકારી અને તેમના પત્ની મારતી ગાડીએ લખનઉ આવ્યાં હતા.
આઈપીએસ અધિકારીના ઘરમાં માતમ
સિનિયર આઈપીએસ સંતોષ રસ્તોગીના ઘરમાં માતમ છવાયો છે. જુવાનજોધ દીકરીની અણધારી વિદાય પર ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.