અનલોક-2ના પહેલા અઠવાડિયાની સ્થિતિ ચિંતાજનક, એક સપ્તાહમાં 4993 કેસ

 રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 778 કેસ, 17ના મોત, 421 દર્દી સ્વસ્થ

કોરોનાના કારણે સમગ્ર દેશ લોકડાઉન કરવામાં આવ્યો હતો પરંતુ હવે દેશ અનલોક તરફ આગળ વધી રહ્યો છે. સરકાર દ્વારા અનલોક-2માં છુટછાટો આપ્યા બાદ રાજ્યમાં કોરોનાનો ગ્રાફ ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે. અનલોક-2ના એક અઠવાડિયામાં જ 4993 કેસ સામે આવી ચુક્યા છે. હવે રાજ્યમાં દરરોજ નોંધાતા આંકડા 700 ઉપર આવી રહ્યાં છે. અમદાવાદ બાદ સુરતમાં સંક્રમણ ઝડપથી આગળ વધી રહ્યું છે.

આંકડાઓ પર નજર કરીએ તો અનલોક-2ના પહેલા દિવસે એટલે કે 1લી જુલાઈના રોજ રાજ્યમાં કોરોનાના 675 કેસ નોંધાયા જ્યારે આજે અનલોક-2ના સાતમાં દિવસે 778 કેસ નોંધાયા આમ, અનલોક-2ના પહેલા અઠવાડિયા દરમિયાન કુલ 4993 કેસ નોંધાયા છે. આ આંકડો ચિંતાજનક છે. જ્યારે અનલોક-2ના આ પહેલા અઠવાડિયા દરમિયાન કુલ 3074 દર્દીઓએ કોરોનાને મ્હાત આપીન સ્વસ્થ થયાં છે. તેમજ 131 દર્દીઓના મોત થયાં છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 778 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 17 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 1979 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 37,636 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 423 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

કોરોનાના આજે નોંધાયેલા કુલ 778 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 204 અને જિલ્લામાં 45 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 172 અને જિલ્લામાં 15 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 49 અને જિલ્લામાં 19 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 32 અને જિલ્લામાં 8 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 61 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 8852 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 26,744 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 1979 થયો છે.

સુરતની સ્થિતિ

આજે સુરત કોર્પોરેશનમાં 204 અને સુરત જિલ્લામાં 45 કેસ સાથે કુલ 249 કેસ સામે આવ્યા છે. કોરોના સંક્રમણે અમદાવાદ બાદ સુરતને બાનમાં લીધું હોય તેમ છેલ્લા ઘણાં દિવસોથી સુરતમાં કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે. સુરતમાં કોરોનાનો કુલ આંકડો 6,458 પર પહોંચ્યો છે.

અમદાવાદની સ્થિતિ

અમદાવાની સ્થિતિ જોઈએ તો અહીં છેલ્લા 24 કલાકમાં કોર્પોરેશન એરિયામાં 172 અને જિલ્લામાં 15 સાથે કુલ 187 કેસ નોંધાયા છે. અમદાવાદમાં આજે 124 દર્દીઓ સ્વસ્થ થયાં છે અને 7ના મોત થયાં છે. અહીં કોરોનાનો કુલ આંકડો 22,262 પર પહોંચ્યો છે જ્યારે 3675 એક્ટિવ કેસ છે અને 17,079 દર્દીઓ સ્વસ્થ થયાં છે. અમદાવાદમાં કુલ મૃતકઆંક 1498 થયો છે.

જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત

અમદાવાદ 187
સુરત 249
વડોદરા 68
ગાંધીનગર 18
ભાવનગર 21
બનાસકાંઠા 12
આણંદ 10
રાજકોટ 40
અરવલ્લી 4
મહેસાણા 15
પંચમહાલ 4
બોટાદ 1
મહીસાગર 7
ખેડા 11
પાટણ 5
જામનગર 10
ભરૂચ 15
સાબરકાંઠા 2
ગીર સોમનાથ 3
દાહોદ 6
છોટા ઉદેપુર 2
કચ્છ 14
નર્મદા 1
દેવભૂમિ દ્વારકા 1
વલસાડ 21
નવસારી 13
જૂનાગઢ 13
પોરબંદર 0
સુરેન્દ્રનગર 11
મોરબી 5
તાપી 3
ડાંગ 0
અમરેલી 6
કુલ 778

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.