– દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી અને હોટલ તેમજ રેસ્ટોરન્ટ રાત્રે-10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે
– જિમ-યોગા સેન્ટર તા. 5 મી ઓગસ્ટથી ખૂલશે
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિ ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જેમાં અનલૉક-3 સંદર્ભમાં બેઠક મળી હતી. જેમાં ગુજરાત રાજ્યમાં તા.1 ઓગસ્ટથી રાત્રી કરફ્યુમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાની જાહેરાત કરાઈ છે.
રાજ્યમાં દુકાનો 8 વાગ્યા સુધી તેમજ હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. તેમ પણ તેમણે જાહેર કર્યુ છે.
કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને એસ.ઓ.પી મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર તા. 5 મી ઓગસ્ટથી ખોલી શકાશે. આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઈડલાઇન્સને રાજ્ય સરકાર અનુસરશે એમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં મંત્રી કૌશિક પટેલ, મંત્રી સૌરભ પટેલ, રાજ્ય ગૃહ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, ગૃહના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંહ તેમજ મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ મનોજકુમાર દાસ વગેરે જોડાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.