અનલોક4 નાં જાણો નવા નિયમો, માસ્ક ફરજિયાત, ટોકન બંધ, પાંચ મહિના બંધ રહેલી મેટ્રો થશે અનલોક

કોરોના મહામારીના લીધે લગભગ છેલ્લા પાંચ મહિનાથી બંધ દેશભરની મેટ્રો સેવા અનલોક થવા જઈ રહી છે. દેશભરમાં મેટ્રો સેવા 7 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. દિલ્હી સરકારે કોરોના કાળમાં કેટલાંક પ્રોટોકોલ્સ તૈયાર કર્યાં છે. દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગહેલોતે જણાવ્યું કે, મેટ્રો સ્ટેશનમાં થર્મ સ્ક્રીનિંગ બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવશે.

આ સિવાય માસ્ક ફરજિયાત રહેશે, ટોકન બંધ રહેશે, સ્માર્ટ કાર્ડ દ્વારા જ લોકો મુસાફરી કરી શકશે. કંટેન્ટમેન્ટ ઝોનના સ્ટેશનો બંધ રહેશે અને અન્ય કેટલાંક સ્ટેશનો પણ બંધ રહેશે જેની યાદી જાહેર કરવામાં આવશે.

તેમણે તે પણ જણાવ્યું કે હતું અમે તમામ પ્રોટોકોલ્સ ફરીથી જોઈ રહ્યાં છીએ. હજી ડીએમઆરસી અને ટ્રાંસપોર્ટ અધિકારીઓ સાથે અમારી ડિટેઈલ મીટિંગ થશે. ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે કે એક સિસ્ટમ હેઠળ મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે. એટલે કે માત્ર પહેલાની જેમ મેટ્રોમાં ભીડ થશે. આ માટે એક સિસ્ટમ બનશે. ઉલ્લેખનિય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મેટ્રોને પૂર્વવત કરવાના નિર્ણયને આવકાર્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.