ઉન્નાવ અને હૈદરાબાદ દુષ્કર્મની શ્યાહી પણ નથી સૂકાઇ ત્યાં ગુજરાતમાં ઘટી લાંછનરૂપ ઘટના

હાલમાં દેશમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે ત્યાં જ આ આંકડાઓના કારણે દેશની છબી પર કાળો ધબ્બો પણ લાગ્યો છે. તો બીજી બાજૂ ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં પણ દુષ્કર્મ અને મહિલા છેડ્તીની ઘટનાઓ છાસવારે સામે આવતી રહે છે. જેના કારણે લોકોમાં રોષ છે. હાલમાં જ રાજકોટ અને વડોદરાની ઘટનાએ લોકોને વિચારવા મજબૂર કરી દીધા છે કે, શું આપણે જે સભ્ય સમાજની વાતો કરીએ છીએ તે આજ છે. લોકો પોતાના બહેન-દીકરીઓને હવે સેલ્ફ ડિફેન્સની તાલીમ પણ અપાવી રહ્યા છે.

ખેડામાં દુષ્કર્મની એક એવી ઘટના સામે આવી છે જેના વિશે જાણી તમે દંગ રહી જશો. ખેડામાં દુષ્કર્મ બાદ સગીરાને ગર્ભવતી બનાવી દેવામાં આવી. લગ્નની લાલચે વડતાલના યુવકે યુવતી પર દુષ્કર્મ આચર્યુ હતું. આણંદના એક ગામમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. હાલમાં સગીરાએ ડાકોરની હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો છે. આ મામલે ડાકોર પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ દાખલ કરી છે. પેટલાદ ગ્રામ્ય પોલીસને ફરિયાદ ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લામાં દુષ્કર્મ બાદ સગીરાને માં બનાવવાનો કિસ્સો બહાર આવ્યો છે. સગીરાને લગ્નની લાલચ આપી વડતાલના યુવકે આણંદના એક ગામમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સગીરાએ ડાકોરમાં પુત્રીને જન્મ આપ્યો છે. સગીરાની ડાકોર CHCમાં નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. આરોપી યુવકે સગીરા ઉપર આણંદના અગાસ ગામમાં વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે ડાકોર પોલીસે ઝીરો એફઆઈઆર કરી પેટલાદ રૂરલ પોલીસને ટ્રાન્સફર કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.