ઉન્નાવ રેપ પીડિતાના મોત બાદ યોગી સરકારે તેના પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર આપવાની ભલે જાહેરાત કરી દીધી છે પરંતુ પરિવારજનો મુખ્યમંત્રીને મળવા માંગે છે. પરિવારનું કહેવું છે કે તેઓ સીએમ યોગીને મળ્યા વગર મૃતદેહનો અંતિમ સંસ્કાર કરશે નહીં.
રેપ પીડિતાનો મૃતદેહ શનિવાર રાત્રે ઉન્નાવ પહોંચ્યા, જ્યાં પરિવારની તરફથી કહ્યું કે તેના મૃતદેહનો સળગાવશે નહીં પરંતુ દફનાવશે. એકબાજુ આજે સવારે જ્યાં સવારે 10 વાગ્યે અંતિમ સંસ્કારના સમાચાર છે, ત્યાં આ બધાની વચ્ચે પરિવારજનોનું કહેવું છે કે જ્યાં સુધી સીએમ યોગી તેમને મળવા આવશે નહીં ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરશે નહીં.
આપને જણાવી દઇએ કે પરિવારને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 25 લાખ રૂપિયાની સહાયતા કરવાની જાહેરાત કરી છે. સાથો સાથ સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પરિવારને એક ઘર અને કેસની સુનવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરાવાનું આશ્વાસન આપ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.