ઉન્નાવમાં હૈદરાબાદ જેવી હેવાનિયત, ગેંગરેપ પીડિતાને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દીધી

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં ફરી માનવતા શર્મશાર થઇ છે. ઉન્નાવમાં બિહાર પોલીસ ક્ષેત્રના એક ગામમાં રહેતી સામૂહિક દુષ્કર્મ પીડિતાને ગુરૂવાર સવારે 6 યુવકોએ પેટ્રોલ છાંટી સળગાવી દીધી. પિતાએ માહિતી આપતા પોલીસે પીડિતાને જિલ્લા હોસ્પિટલ પહોંચાડી. અહીં પીડિતાની હાલત ગંભીર જોતા લખનઉ રેફર કરાઇ છે. હાલ પોલીસે ત્રણ આરોપીઓને કસ્ટડીમાં લઇ પૂછપરચ્છ કરી રહ્યા છે. બીજીબાજુ આ કેસને લઇ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર પ્રહારો કર્યા છે.

પીડિતાએ નિવેદન આપ્યું કે ગુરૂવાર વહેલી સવારે 4 વાગ્યે રાયબરેલી જવા માટે ટ્રેન પકડવા બૈસવારા બિહાર રેલવે સ્ટેશન જઇ રહી હતી. ગૌરા મોડ પર ગામના હરિશંકર ત્રિવેદી, કિશોર શુભમ, શિવમ, ઉમેશે તેને ઘેરી લીધી અને માથા પર ડંડાથી અને ગળા પર ચાકુથી પ્રહાર કર્યા. ત્યારે પીડિતાને ચક્કર આવતા પડી ગઇ તો આરોપીઓએ પેટ્રોલ નાંખી આગ લગાવી દીધી. આપને જણાવી દઇએ કે આ કેસની તપાસ રાયબરેલી પોલીસે કરી હતી. આ કેસમાં કેટલાંક આરોપી જેલમાંથી જામીન પર બહાર આવ્યા હતા.

ત્રણ આરોપીઓની પૂછપરચ્છ ચાલુ

બૂમાબૂમ કરતાં ભીડને આવતા જોઇ આરોપીઓ ભાગી ગયા. પીડિતાએ કહ્યું કે અગાઉ આ જ આરોપીઓએ તેમની સાથે દુષ્કર્મ કર્યું હતું. બીજીબાજુ ઘટનાની માહિતી મળતા ડીએમ દેવેન્દ્ર પાંડે, એસપી વિક્રાંત વીર સહિત કેટલાંય પોલીસસ્ટેશનની પોલીસ ફોર્મ સ્થળ પર પહોંચી. એસપી ઉન્નાવે કહ્યું કે પીડિતાએ 5 આરોપીઓના નામ લીધા છે. તેમાંથી ત્રણને કસ્ટડીમાં લઇ લીધા છે. ત્રણેયની પૂછપરચ્છ ચાલી રહી છે અને બીજા બેની શોધખોળ ચાલુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.