ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ચોમાસા જેવો માહોલ બની ગયો છે અને જો કે હજુ એક દિવસ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે ગુરૂવારના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ અને આણંદમાં ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
વરસાદી માહોલ સર્જાતાં રાજ્યમાં વાદળો ઘેરાયેલા રહ્યાં છે અને તેજ પવન ફૂંકાતા ગરમીમાં સાવ ઘટાડો થઇ ગયો છે અને અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન ઘટીને 33.8 ડિગ્રી થઇ ગયું છે અને આમ રાજ્યના મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન 32થી 33 ડિગ્રીને આસપાસ નોંધાઇ રહ્યું છે.
બુધવારના રોજ સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 21 તાલુકામાં કમોસમી વરસાદી માહોલ રહ્યો હતો. જેમાં રાજકોટ તાલુકામાં બપોરના 2 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં સવા ઇંચ જેટલો વરસાદ પડતાં ચોમાસા જેવો માહોલ બની ગયો હતો અને આ સિવાય કચ્છના અંજાર અને પાલીતાણામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને આ સિવાય નખત્રાણા, જૂનાગઢ, અમરેલી, ગારીયાધાર, ગાંધીધામ, બાબરા, જામજોધપુર, જેતપુર, ગોંડલ, ધોરાજી, ધારી, ખાંભા, રાજુલા, ચોટીલા, ખંભાળીયા, લાલપુર, જાફરાબાદ સહિતના વિસ્તારમાં માવઠું થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.