UPSC માં સફળતાં ન મળતાં, ત્રણેય મિત્રો એ મશરૂમની ખેતી શરૂ કરી, આજે લાખોની કમાણી છે.

રાજસ્થાનના ગંગાનગર જિલ્લાના રહેવાસી અભય બિશ્નોઈ, સંદીપ બિશ્નોઈ અને મનીષ બિશ્નોઈ ત્રણેય દોસ્ત છે. અભય અને મનીષે એન્જિનિયરીંગ કર્યુ છે. જ્યારે સંદીપે એમસીએની ડિગ્રી લીધી છે. અભ્યાસ પૂરો કર્યા પછી ત્રણેયે વર્ષો સુધી UPSCની તૈયારી કરી, પરંતુ સફળતા ન મળી. તેના પછી ત્રણેયે મળીને 2019માં મિલિટરી મશરૂમની ખેતી કરવાનું શરૂ કરી દીધું. હવે તેમણે ખુદની બ્રાન્ડ પણ તૈયાર કરી લીધી છે. દર મહિને 50થી 60 ઓર્ડર આવે છે. તેનાથી દર વર્ષે 15થી 20 લાખ રૂપિયાની કમાણી થઈ રહી છે.

29 વર્ષના અભય કહે છે કે એન્જિનિયરિંગ કર્યા પછી દિલ્હીમાં મને નોકરી મળી હતી, પરંતુ સેલેરી ઓછી હતી અને ગ્રોથની સંભાવના પણ ઓછી નજરે પડતી હતી. આથી હું ફરી રાજસ્થાન ચાલ્યો ગયો અને સરકારી નોકરીની તૈયારી કરવા લાગ્યો. એક-બે વાર પ્રી એક્ઝામ ક્વોલિફાઈ પણ કરી પણ આગળ કંઈ ખાસ ન કરી શક્યો. મને લાગ્યું કે ક્યાંક અમે સમય તો વેડફી રહ્યા નથી. તેના પછી મેં કંઈ નવું કરવાનું વિચારવાનું શરૂ કર્યુ. આ દરમિયાન મને મિલિટરી મશરૂમ અંગે ખ્યાલ આવ્યો. જ્યારે ઈન્ટરનેટથી જાણકારી મેળવી તો ખ્યાલ આવ્યો કે એ ખૂબ મોંઘું વેચાય છે અને તેનાથી સારી કમાણી થઈ શકે છે.

મિલિટરી મશરૂમ શું છે? :

મિલિટરી મશરૂમ એક મેડિસિનલ પ્રોડક્ટ છે. એ પહાડી વિસ્તારોમાં કુદરતી રીતે મળી આવે છે. ચીન, ભૂટાન, તિબેટ, થાઈલેન્ડ જેવા દેશોમાં તેની ખેતી થાય છે. તેને ‘કીડા જડી’ પણ કહે છે કેમકે આ એક ખાસ પ્રકારના કીડા Cordycepsથી તૈયાર થાય છે.

ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN)એ તેને રેડ લિસ્ટમાં રાખેલ છે. આથી હવે મોટા લેવલ પર તેને લેબમાં તૈયાર કરવામાં આવે છે. અભય તેના કલ્ચરને મલેશિયાથી મગાવે છે.

કઈ રીતે થાય છે ઉપયોગ? :

મિલિટરી મશરૂમ ઘણાખરા અંશે કેસર જેવું દેખાય છે. એક વ્યક્તિએ એક દિવસમાં 1 ગ્રામ મિલિટરી મશરૂમનું સેવન કરવું જોઈએ. તેના માટે સવારનો સમય સૌથી યોગ્ય હોય છે. સૌપ્રથમ એક નાના વાસણમાં પાણી સાથે એક ગ્રામ મશરૂમ નાખીને તેને ઢાંકીને ઉકાળવાનું હોય છે. તેના પછી ઠંડું થયે મધની સાથે તેનું સેવન કરવું જોઈએ. ધ્યાન રાખવું કે એક ગ્રામથી વધુ માત્રાનું સેવન ન કરવું જોઈએ, કેમકે તેની બોડી પર નેગેટિવ અસર પણ થઈ શકે છે.

દર વર્ષે 10થી 12 લાખ રૂપિયા કમાઈ શકાય છે નફો
અભય કહે છે કે લેબને તૈયાર કરવા અને તેમાં જરૂરી પ્રોડક્ટને ખરીદવામાં ઓછામાં ઓછો 8 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. એકવાર લેબ તૈયાર થયા પછી તેની જાળવણીમાં થોડા પૈસા ખર્ચ થાય છે. તેના પછી વારો આવે છે મશરૂમ તૈયાર કરવાની. અભયના અનુસાર, 1 કિલો મશરૂમ તૈયાર કરવામાં 70 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. જ્યારે બે લાખ રૂપિયાના દરે વેચી શકાય છે. એટલે કે પ્રતિ કિલો મશરૂમ સવા લાખ રૂપિયા સુધી કમાવી આપે છે. જો તમે દર વર્ષે 8થી 10 કિલો મશરૂમ તૈયાર કરો છો તો 10થી 12 લાખ રૂપિયાનો નફો આસાનીથી કમાઈ શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.