દેશના સૌથી મોટા રાજ્ય યુપીના સીએમ યોગી આદિત્યનાથે સંકેત આપ્યા છે કે, યુપીમાં 15 એપ્રિલથી લોકડાઉન ઉઠાવી શકાય છે.
યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે, 15 એપ્રિલે લોકડાઉન સમાપ્ત થશે ત્યારે હું ઈચ્છુ છું કે, અચાનક ભીડ બહાર ના નીકળે અને તે માટે લોકોનો સહયોગ બહુ જુરરી છે. કારણકે ભીડના બહાર નીકળવાથી સ્થિતિ બગડી શકે છે અને તમામ મહેનત પર પાણી ફરી વળી શકે છે. આ માટે એક વ્યવસ્થા બનાવવી પડશે.આ માટે સૂચનો જરુરી છે.
એવુ મનાઈ રહ્યુ છે કે, યુપીમાં તબક્કાવાર લોકડાઉનમાં ઢીલ અપાઈ શકે છે. પહેલા એ જિલ્લામાં લોકડાઉન ઉઠાવી લેવાશે જ્યાં કોરોનાના દર્દી નથી. આ સિવાય જે જિલ્લામાં દર્દીઓ છે ત્યાં કેટલાક નિયંત્રણો સાથે લોકડાઉનમાં છુટ અપાશે.જેમ કે સ્કૂલ કોલેજ બંધ રહેશે અને દુકાનો ચોક્કસ સમય માટે જ ખોલી શકાશે.સાથે સરકારી કચેરીઓમાં જરુર પુરતા જ કર્મચારીઓને બોલાવી શકાશે.
યોગીએ કહ્યુ હતુ કે, જો તબલિગી જમાતના દર્દીઓ સામે ના આવ્યા હોય તો યુપીમાં કોરોનાના ફેલાવાને રોકવામાં સરકાર લગભગ સફળ થઈ ગઈ હતી. કારણકે 132 કેસ તો જમાત સાથે જોડાયેલા લોકોના સામે આવ્યા છે. 3 દિવસમાં કોરોનાનાકેસ વધ્યા છે.હાલમાં રાજ્યમાં 275 કોરોનાના કેસ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.