યુપી બાદ હવે શ્રીનગર, પુણે, મદુરાઈ, શિલોંગ અને બેંગલુરૂમાં પણ લોકડાઉન

પુણે પ્રશાસને આજથી 23મી જુલાઈ સુધીના લોકડાઉનની જાહેરાત કરી

કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે અનેક પ્રદેશો અને શહેરોમાં ફરી એક વખત લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં દર શનિવાર અને રવિવારે લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે જમ્મુ કાશ્મીરના શ્રીનગર સહિત અનેક વિસ્તારોમાં આજથી ફરી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

તે સિવાય મહારાષ્ટ્રના પુણેમાં 23મી જુલાઈ સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમિલનાડુના મદુરાઈમાં પણ લોકડાઉનની મર્યાદા બે દિવસ માટે વધારી દેવાઈ છે. મદુરાઈમાં આજે લોકડાઉન સમાપ્ત થવાનું હતું પરંતુ તેની અવધિ લંબાવીને 14મી જુલાઈ સુધીની કરી દેવામાં આવી છે. શિલોંગમાં પણ આજ અને આવતીકાલ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

ઘાટીમાં આજથી લોકડાઉન

જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં આજથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. પ્રશાસનના કહેવા પ્રમાણે ઘાટીમાં છેલ્લા બે સપ્તાહથી કોરોનાના કારણે મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. આ કારણે અધિકારીઓએ ફરીથી લોકડાઉન લાગુ કરવા વિનંતી કરી હતી અને તે વિનંતીના આધારે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

પુણેમાં 23મી જુલાઈ સુધી લોકડાઉન

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ વધુ ગાઢ બની રહ્યું છે. મુંબઈ ઉપરાંત પુણેમાં પણ દર્દીઓની સંખ્યા તેજીથી વધી રહી છે. પુણે પ્રશાસને આજથી 23મી જુલાઈ સુધીના લોકડાઉનની જાહેરાત કરી છે. પુણેમાં 14થી 18 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ રહેશે જ્યારે 19થી 23મી જુલાઈ સુધી લોકડાઉનમાં કેટલીક છૂટ આપવામાં આવશે.

બેંગલુરૂમાં 14મી જુલાઈથી લોકડાઉન

કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે 14મી જુલાઈની રાતે 8 કલાકથી 22મી જુલાઈની સવારે 5 કલાક સુધી લોકડાઉન લાગુ રહેશે. તે સમય દરમિયાન આવશ્યક સેવાઓને છોડીને કોઈ પણ છૂટ નહીં અપાય.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.