ઉત્તરપ્રદેશમાં બનેલો ચોંકાવનારો બનાવ, દલિત યુવતી પર ગેંગરેપ કરીને જીભ કાપી નાખી

ઉત્તર પ્રદેશના હાથરસમાં એક દલિત યુવતી પર ગેંગરેપ કર્યા બાદ બદમાશોએ એની જીભ કાપી નાખી હતી જેથી એ બોલીને કશું કહી ન શકે. આ યુવતી હાલ જીવનમરણ વચ્ચે લડી રહી હતી.

છેલ્લા એક અઠવાડિયાથી આ યુવતી બેહોશ પડી હતી. અગાઉ એણે ગામની પોલીસને છેડતીની ફરિયાદ કરી હતી. એ વાતની કિન્નાખોરી રાખીને ગામના ચાર યુવાનોએ એના પર ગેંગરેપ કર્યો હતો અને ત્યારબાદ એની જીભ કાપી નાખી હતી. મેડિકલ તપાસમાં તો એવી પણ વાત બહાર આવી હતી કે આ યુવતીની કરોડરજ્જુ પણ તોડી નાખવામાં આવી હતી.

એક અઠવાડિયાથી બેહોશ પડેલી 19 વર્ષની આ યુવતી 21 સપ્ટેંબરે હોશમાં આવી હતી. ત્યારબાદ એની મેડિકલ તપાસ કરાઇ હતી.. છેલ્લા તેર દિવસથી એ અલીગઢની જેએન મેડિકલ કૉલેજ હૉસ્પિટલમા મોત સાથે બાથ ભીડી રહી હતી. એની સ્થિતિ નાજુક હોવાનું ડૉક્ટરોએ કહ્યું હતું.

આ અપરાધમાં સંડોવાયેલા મનાતા ત્રણ યુવાનોની પોલીસે ધરપકડ કરી હતી. હાથરસના ચંદપા ગામમાં ચાલુ માસની 14મીએ ગામના ચાર યુવાનોએ બાજરીના ખેતરમાં આ દલિત યુવતીપર ગેંગરેપ કર્યો હતો. પછી ઓળખાઇ જવાના ડરે એની જીભ કાપી નાખી હતી. એ પછી આ દલિત યુવતી નવેક દિવસ સુધી બેહોશ રહી હતી. પોલીસે આરોપીઓ સામે ઇન્ડિયન પીનલ ક઼ૉડની 307 મી (હત્યાના પ્રયાસ)ની કલમ લાગુ પાડી હતી.

આ ગામમાં ઠાકુર લોકોની દાદાગીરી માઝા મૂકી રહી હોવાની ફરિયાદો વધી રહી હતી. ગામની વસતિ 450 ની છે જેમાં 150 ઠાકુરો, 150 બ્રાહ્મણો અને 140 દલિતો છે.

14મીએ સવારે આ યુવતી પોતાના ભાઇઓ સાથે જાનવરો માટે લીલો ચારો વાઢી રહી હતી . એનો ભાઇ ચારો લઇને નીકળી ગયો. એની માતા થોડે દૂર ચારો વાઢી રહી હતી ત્યારે આ ચાર યુવાનો એનું મોઢું દબાવીને બાજરીના ખેતરમાં ઉપાડી ગયા હતા. ત્યાં અધમતા આચરી હતી

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.