લખનઉ અને મથુરા વચ્ચે ફરી એકવાર નિર્ભયા ગેંગ રેપ જેવી જ ઘટના બની હતી જેમાં એક મહિલા પર ચાર જણાએ બળાત્કાર કર્યો હતો. કોરોના મહામારીના કપરા કાળમાં પણ શૈતાનો આની નિર્લજ્જ હરકતો કરવાથી દૂર રહી શકતા નથી. પીડિતા મહિલા પ્રતાપગઢી ચાલતા ચાલતા નોઇડા આવી રહી હતી. પરંતુ ત્યાર પછી બસમાં સવાર થઇને નોઇડા આવવા નીકળી હતી
રસ્તામાં બસ જ્યારે લખનઉ-મથુરા હાઇ વે પર જઇ રહી હતી ત્યારે ચારેક બદમાશોએ મહિલા પર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. હરમખોર શૈતાનોએ બળાત્કાર પછી મહિલાને ચાલતી બસમાંથી એક હોસ્પિટલ પાસે એને ફેંકી દીધી હતી. આરોપીઓ તેને ફેંકીને ભાગી ગયા હતા. મહિલાએ નોઇડાના સેકટર ૨૦માં પોલીસ સ્ટેશમાં ફરીયાદ નોંધાવી હતી.પોલીસ ઘટના સ્થળની મુલાકાત લઇ તપાસ શરૂ કરી હતી.
પોલીસે કહ્યું હતું કે આ ઘટના લખનઉ-મથુરા હાઇ વે પર બની હતી. પરંતુ મહિલાએ અહીંયા ફરીયાદ નોંધાવતા અને બનાવની તપાસ શરૂ કરી હતી. અંતે પોલીસે એક આરોપીની ધરપકડ કરીને બાકીના ભાગતા ફરતા આરોપીઓને પકડવા ટીમો મોકલી હતી. આમ ફરી એકવાર દિલ્હીના નિર્ભયા ગેંગ રેપ જેવી ઘટના બની હતી, પરંતુ આ કેસમાં મહિલા બચી ગઇ હતી અને તેણે પોલીસમાં ફરીયાદ પણ લખાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.